નવી દિલ્હીઃ મંગળવારનું ટ્રેડિંગ સેશન ભારતીય શેરબજાર માટે ખૂબ જ અશુભ સાબિત થયું છે. બેન્કિંગ, એનર્જી, મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં વેચવાલીથી બજાર નીચે ગયું હતું. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરમાં જ ખરીદી જોવા મળી હતી. આજના કારોબારના અંતે BSI સેન્સેક્સ 693 પોઈન્ટના ઘટાડા સાથે 78,956 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 208 પોઈન્ટના ઘટાડા સાથે 24,139 પોઈન્ટ પર બંધ થયો હતો. બજારમાં ઘટાડાને કારણે રોકાણકારોને લગભગ 4.50 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
બીએસઈ સેન્સેક્સમાં 30 શેરોમાંથી માત્ર 6 શેર જ ઉછાળા સાથે બંધ થયા હતા જ્યારે 24 શેરો ઘટાડા સાથે બંધ થયા હતા. જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 14 વધ્યા અને 36 નુકસાન સાથે બંધ થયા. આજે બજારમાં જે શેરોની ખરીદી કરવામાં આવી હતી તેમાં હિન્દુસ્તાન કોપરનો સમાવેશ થાય છે જે 3.37 ટકાના વધારા સાથે બંધ રહ્યો હતો. આ સિવાય બલરામ ચીની 3.28 ટકા, અરબિંદો ફાર્મા 3.01 ટકા, ડિક્સન ટેક્નોલોજી 2.76 ટકા, મેરિકો 2.47 ટકા, ટીવીએસ મોટર 2.24 ટકા, ટાઇટન કંપની 1.89 ટકા, અપોલો હોસ્પિટલ 1.34 ટકાના વધારા સાથે બંધ થયા હતા. ઘટતા શેરોમાં આરતી ઇન્ડસ્ટ્રીઝ 15.45 ટકા, ચંબલ ફર્ટિલાઇઝર 7.08 ટકા, ઝાયડસ લાઇફ 5.99 ટકા, એચડીએફસી બેન્ક 3.28 ટકા, ટાટા સ્ટીલ 2.37 ટકા, બજાજ ફાઇનાન્સ 2.02 ટકા, એસબીઆઇ 1.97 ટકા, ટાટા મોટર્સ 12 ટકા ઘટીને બંધ થયા હતા.
આજના કારોબારમાં બેંકિંગ શેરોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. આ સિવાય ઓટો, એફએમસીજી, ફાર્મા, મેટલ્સ, એનર્જી, રિયલ એસ્ટેટ, મીડિયા, એનર્જી અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેર ઘટાડા સાથે બંધ થયા હતા. માત્ર કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર અને આઈટી શેરો ઉછાળા સાથે બંધ થયા છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. આજના કારોબારમાં ઈન્ડિયા વિક્સ 1.83 ટકાના ઉછાળા સાથે 16.16 પર બંધ રહ્યો હતો.
#StockMarketCrash #BSESensex #NiftyDown #MarketDecline #InvestorLoss #BankingStocks #MarketVolatility #SensexFall #NSEUpdate #IndianEconomy