શેરબજારમાં તેજી, કારોબાર શરૂ, સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો
નવી દિલ્હીઃ ગઈકાલે શેરબજારમાં જંગી કડાકો આવ્યા પછી આજે ભારે અફરાતફરી વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટીમાં હકારાત્મક અસર જોવા મળી રહી છે. આજે શરૂઆતમાં સેન્સેક્સમાં 1000થી વધુ આંકનો વધારો જોવા મળ્યો હતો.
અત્યારે સેન્સેક્સ 72 હજાર 500 આસપાસ અને નિફ્ટી 22 હજાર આસપાસ કારોબાર કરી રહ્યા છે… આજે FMCG, ફાર્મા, ઓટો સેક્ટરમાં નવી ખરીદી નીકળતા તેજી જોવા મળી રહી છે, જ્યારે PSU બેંક, એનર્જી અને રિયલ્ટી સેક્ટરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કોમોડિટીની વાત કરીએ તો બ્રેંટ ક્રૂડ ઓઈલમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. બ્રેંટ ક્રૂડ ઓઈલ ઘટીને 77.50 પ્રતિ બેરલ આસપાસ કારોબાર કરી રહ્યું છે. તો સોનાચાંદીના ભાવમાં આજે વધારો જોવા મળી રહ્યો છે. MCX પર સોનાનો ભાવ રૂ. 72 હજાર 200 પ્રતિ તોલા અને ચાંદીનો ભાવ 89 હજાર 900 પ્રતિ કિલોગ્રામ બોલાઈ રહ્યો છે.