પેટ બહાર દેખાય છે? તો ચિંતા ન કરો, થોડી કસરત અને પેટ અંદર
- પેટ બહાર દેખાય છે? તો ન કરો ચિંતા
- હવે થોડી કરસત અને પેટ અંદર
- પેટ બહાર દેખાય તે નથી સારી બાબત
જે લોકો બેઠાળું જીવન હોય છે તે લોકોનું પેટ વધારે બહાર હોય છે, આવી વાત લોકો પાસેથી હંમેશા સાંભળવા મળતી હોય છે, પણ ક્યારેક પેટ બહાર નીકળે તેની પાછળનું કારણ શરીરને ઓછું કષ્ટ પણ હોય છે. એવા લોકો પણ હોય છે જે લોકોને પોતાનું પેટ બહાર હોય ગમતું નથી પણ તે લોકો પાસે કસરત કરવાનો સમય નથી હોતો અથવા તે લોકોને આળસ આવતી હોય છે. હવે આ લોકોએ ચીંતા કરવાની જરૂર નથી કારણ કે થોડી કસરતથી પણ પેટને ઉતારી શકાય છે.
જો કોઈ ફિઝિકલ એક્ટિવીટી સાથે જોડાયેલું નથી તો પેટની ચરબી ગુમાવવી લગભગ અશક્ય છે. નિયમિત કસરત અને વ્યાયામ જ છે. યોગ્ય આકારમાં રાખે છે. રોજ ઓછામાં ઓછું ચાલવું જોઈએ. એબ-સેન્ટ્રિક વર્કઆઉટ્સનો લાભ લો જે ઘરે કરવા માટે સરળ છે.
આ ઉપરાંત શરીર માટે ફેટ ખાવી મહત્વપૂર્ણ છે. પરંતુ વધુ મહત્ત્વની વાત એ છે કે કઈ ફેટ યોગ્ય છે તે જાણવું જરૂરી છે. ઉદાહરણ તરીકે, ટ્રાન્સ ફેટ એ સૌથી વધુ બિનઆરોગ્યપ્રદ ફેટ પૈકી એક છે, જે માત્ર પેટની ચરબી જ નહીં, પરંતુ એકંદર શરીરના વજનમાં પણ વધારો કરે છે. ઉપરાંત તે હ્રદય રોગ, ડાયાબિટીસ, કેન્સર અને આવા વધુ રોગો માટે વધુ સંવેદનશીલ બનાવી શકે છે. ટ્રાંસ ફેટ બેકડ સામાન અને પેકેજ્ડ ઉત્પાદનોમાં મળી શકે છે.
તેથી, પેટની ચરબી ઘટાડવા માટે તે ખોરાકમાં ઘટાડો કરવો જોઈએ, જેમાં ટ્રાન્સ ચરબી વધુ હોય છે. તેના બદલે આખા અનાજના ઉત્પાદનો પર ફોકસ કરો, જે ફાઈબર અને શાકભાજીથી ભરપૂર હોય છે, જેમાં ઘણાં પોષક તત્વો અને ખનિજો હોય છે.