પેટમાં વીટ વળતી હોય કે પછી દુખાવો થતો હોય, દાદીમાના આ નુસ્ખાઓ તમારું દર્દ કરશે દૂર,જાણીલો
- એસીડીટીનો રામબાણ ઈલાજ
- આ સમસ્યામાંથી છૂકારો મેળવો
21મી સદીનું જીવન એટલે ભાગદોળ વાળું વ્યવસ્ત જીવન,આજની આ ભાગદોળ વાળી ફાસ્ટ લાઈફમાં બહારનું જંક ફૂડ ખાવા ક્યાકને ક્યાક આુણે મજબુર બનીએ છે તો ઘણી વખત આપણો શોખ આપણાને તે તરફ વાળી જાયે છે, આ ખાઈને આપણાને એસીડીટીનો પ્રોબલેમ થતો હોય છે, પેટમાં દુખાવાની સમસ્યાઓ થતી હોય છે, જેનું ખાસ કારણ બીજુ એ છે કે, આપણે વધુ ચાલી શકતા નથી બેઠાળું જીવન જીવવાથી પણ આ સમસ્યા થાય છે, અથવા તો ક્યારેક કંઈક ઘરનું પણ ચટાકેદાર મસાલા વાળું ખવાય જાય છે તો આ પ્રોબલેમ થાય છે ત્યારે આવા સમયે ઘરેલું નુસ્ખા અપનાવવા જોઈએ જેથી તમને પેટની સમસ્યામાંથી ચોક્કસ રાહત મળશે,આ સાથે જ એસીડીટીમાં પણ રાહત મળી જશે.
આ સમસ્યાની પાછળ બીજી અનેક બીમારી દોડી જ આવે છે જેમ કે, અને અપચાની સમસ્યાથી ન ફક્ત ખાટા ઓડકાર આવે છે કે પછી પેટનો દુખાવો થાય છે પણ ઘણી વખત માથુ દુખવા લાગે છે અને વોમિટિંગ પણ થાય છે. હવે જ્યારે પણ આવું કંઈક થાય અને ડોક્ટરની મુલાકાત ન લેવી હોય તેમજ માત્ર થોડી જ વારમાં તેનો ઉપાય કરવો હોય તો આટલું ચોક્કસ કરજો.
આટલું કરવાથી એસીડીટીમાં રાહત ચોક્કસ મળશે
- જમીને ક્યારે સુઈ જવું જોઈએ નહી, પરંતુ જમ્યા બાદ થોડી વાર પછી ચાલવાની ટેવ રાખો
- જ્યારે પણ પેટમાં બળતરા થાય ત્યારે ઠંડા દુધમાં એડધો ગ્લાસ પાણી મિક્સ કરીને પીવાથી પેટમામં છંડક થાય છે
- એક કપ પાણીમાં અડધી ચમચી લીંબુનો રસ, અડધી ચમચી કાળા મરીનો પાવડર અને અડધી ચમચી લાલ સંચળો નાછીને એ પાણી તરત પીલેવું જેથી ડકાર આવી જશે અને પેટ ભારે નહી લાગે, પેટના દુપખાવામાં રાહત થશે
- માટલાનું અડધો ગ્લાસ પાણીમાં ઠંડૂ અડધો ગ્લાસ દૂધ નાખી પીવાથી પેટની સમસ્યા દૂર થાય છે
- દિવસમાં અડધી ચમચી અજમાનું સેવન કરીલો જેના કારણે પેટના દુખાવામાં રાહત થાય છે.
- ગેસ, અપચો, પિત્ત અને ખાટા ઓડકાર માટે થોડી હિંગ ફાકી લેવાથી આરામ મળે છે
- પેટમાં દુખાવો હોય તો મેથી,અજમો હરદળ અને મીઠૂં મિકસ કરીને ફાકી બનાવી પીવાથી આરામ મળે છે.