Site icon Revoi.in

મૌની રૉયની કાર પર 11મા માળેથી પડ્યો પત્થરઃમુંબઈ મેટ્રો પર ભડકી એક્ટ્રેસ

Social Share

બૉલિવૂડ અભિનેત્રી મોની રૉય રોડ અકસ્માતનો શિકાર થતા બચી ગઈ હતી,મોની રૉયે પોતાની સાથે બનેલી ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં શૅર કર્યો છે, અને તેણે લોકો પાસે સલાહ પણ માંગી છે કે તે હવે શું કરી શકે છે.

વાત જાણે એમ છે કે ,જુહુ સિગ્નલ પરથી મોની રૉય પોતાની કાર લઈને પસાર થતી હતી તે દરમિયાન તેની કાર પર એક મોટો પત્થર આવી પડ્યો હતો ,જેના કારણે મોની રૉયની કરાનો કાચ તૂટી ગયો હતો,ત્યારે ઘટનાને લઈને મોની રૉયે મુંબઈ મેટ્રો પર ગેરજવાબદારીથી કામ કરવાનો આરોપ લગાવ્યો છે,તે સાથે જ તેણે સુજાવ માંગ્યો છે કે તે આમા શું કરી શકે છે.

મોની રૉય  હાદસાનો શિકાર થતા થતા રહી ગઈ છે, જે વીડિયો તેણે સોશિયલ મીડિયોમાં શૅર કર્યો છે તે વીડિયો જોતા ખ્યાલ આવે છે કે, કેટલી મોટી દુર્ઘટના પણ સર્જાય શકતી હતી અને કેટલું મોટુ નુકશાન થતા રહી ગયું છે,

 આ ઘટનાને તેણે ટ્વિટર પર શૅર કરી છે અને તેણે ટ્વિટ કર્યું છે કે,”કામ પર જતા સમયે જુહ સિગ્નલ પર મારી કાર પર 11મા માળેથી મોટો પત્થર પરથી આવી પડ્યો હતો, વિચારો કે કોઈ વ્યક્તિ રોડ પસાર કરી રહ્યું હોત તો તેની શું હાલત થતે,કોઈ પાસે આનો કોઈ ઉપાય છે કે મેટ્રોની લાપરવાહી માટે આપણે શું કરી શકીયે”.

મોની રૉયની ફિલ્મ મેડ ઈન ચાઈનાનું ટ્રેલર રિલીઝ થી ચૂક્યુ છે,મોની રૉય નાગીન જેવા ટેલી શૉથી ઘર ઘરમાં જાણીતી બની હતી ત્યાર બાદ તે નેક રિયાલીટી શૉમાં જોવા મળી ને છેવટે તેણે બૉલિવૂડમાં પણ જંપલાવ્યું ને હાલમાં જ તેની ફિલ્મનું ટ્રેલર આવ્યું છે.