- દિલ્હીમાં શોભાયાત્રા દરમિયાન હુમલાની ઘટના
- તપાસના આદેશ આપવામાં આવ્યા
દિલ્હીઃ- વિતેલા દિવસને શનિવારના રોજ દેશભરમાં હનુમાન જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી હતી આ દરમિયાન દિલ્હીના જહાંગીરપુરામાં શોભા યાત્રા કાઢવામાં આવી હતી જેમાં જહાંગીરપુરી વિસ્તારમાં કુશલ સિનેમા પાસે શનિવારે સાંજે હનુમાન જન્મોત્સવની શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. અસામાજીક તત્વો દ્રાર અગી આગચંપી પણ શરૂ કરી દીધી હતી
ત્યાર બાધ ઘટના કાબૂ બહાર થી હતી જેને લઈને પોલીસ ઘટના સ્ખળે આવી પહોંચી હચતી . આ પહેલા કેટલાક વાહનો અને દુકાનોને પણ આગ ચાંપી દીધી હતી. કેટલાક બદમાશો દ્રારા તલવારો અને લાકડીઓ પણ વહેંચવામાં આવી હતી.આમને સામને તોડફોડની ઘટના પણ બની હતી.
આ ઘટનામાં પોલીસકર્મીઓ સહિત બંને પક્ષના એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની તપાસ માટે દિલ્હી પોલીસની 10 ટીમો બનાવવામાં આવી છે.આ ઘટનાની કડક તપાસના આદેશ ગૃહમંત્રી અમિતશાહ દ્રારા આપવામાં આવ્યા છે.
હાલ અહીં સ્થિતિ નિયંત્રણમાં છે અને મામલાની ગંભીરતા જોતા વિસ્તારમાં વધારાના પોલીસ દળોની તૈનાતી પણ કરવામાં આવી છે.ત્થરમારા દરમિયાન જે પોલીસકર્મીઓને ઇજા પહોંચી છે તેમની ઓળખ કરવામાં આવી રહી છે. આગજનીની ઘટના જોતા દિલ્હી ફાયર સર્વિસની પણ 2 ગાડીઓ સ્થળ પર પહોંચી આવી હતી આ સાથે જ હવે ઉપદ્વવીઓની શોધ કરવા માટે 10 ટીમો બનાવામાં આવી છે જે આ મામલે તપાસ કરશે
ગૃહ મંત્રી અમિત શાહે આપ્યા તપાસના આદેશ
જહાંગીરપુરી મામલા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓ સાથે વાતચીત કરીને સધન તપાસના આદેશ આપ્યા છે,આ સાથે જ આરોપીઓ સામે સખત કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે.આ ઘટના અંગે ગૃહમંત્રી અમિત શાહે પોલીસ કમિશનર સાથે વાત કરીને ઘટનાનો રિપોર્ટ પણ માંગ્યો છે.