Site icon Revoi.in

દિલ્હીમાં નિર્માણ કાર્ય પર રોક – કેજરીવાલની સરકાર કામદારોને આપશે રુપિયા 5 હજાર

Social Share

દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હીમાં હવા પ્રદુષણ ખૂબ જ વધી રહ્યું છે, અહીનો આઈક્યૂઆઈ 400ને પાર પહોંચી રહ્ય ોછે અસ્થામાના દર્દીઓ વધી રહ્યા ચે તો બાળકો અને વૃદ્ધોને પણ શ્વાસ લેવાની સમસ્યા સર્જાય રહી છે આવી સ્થિતિમાં દિલ્હીની આપ સરકારે અનેક પ્રકારના નિર્માણ કાર્યો પર પ્રતિબંઘ લગાવ્યો છે જેથી પ્રદુષણને નિયંત્રણમાં લાવી શકાય.

જો કે નિર્માણકાર્ય બંધ રહેવાના કારણે રોજ પર કામ કરતા કામદારોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે તે માટે પણ સરકારે આર્થિક મદદ ડજાહેર કરી છે, કેજરીવાલની સરકારે મિર્માણકાર્ય સાથે જોડાયેલા કામદારોને દર મહિને રુપિયા 5 હજાર આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે જેથી કરીને કોઈ પણ કામદારની રોજી રોટી અટકે નહી.

પ્રુ।ણને નિયંત્રણમાં લેવા અંગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે, પ્રદૂષણને જોતા સમગ્ર દિલ્હીમાં નિર્માણ કાર્ય બંધ કરી દેવામાં આવ્યું છે. મેં શ્રમ પ્રધાન મનીષ સિસોદિયાને આ પ્રતિબંધ સમયગાળા દરમિયા દરેક બાંધકામ કામદારને નાણાકીય સહાય તરીકે દર મહિને રૂ. 5000 આપવાનો નિર્દેશ આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે જે રીકે ખેડૂતો પરાળી બાળીને પ્રદુષણ ફેલાવી રહ્યા છે તેનો આરોપ પણ આપની સરકારે બીજેપી પર નાખ્યો છે અને કહ્યું છે કે  કેન્દ્ર સરકારે ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે. કેન્દ્ર સરકાર ખેડૂતોને નફરત કરે છે. જો કેન્દ્ર સરકારે ખેડૂતોને પ્રોત્સાહન આપ્યું હોત તો ખેડૂતે પરાળઈ બાળવા મજબૂર ન થયા હોત.

આ સાથે જ મંત્રી ગોપાલ રાયે દિલ્હીના લોકોને વિનંતી કરી થે કે તમારો સંપૂર્ણ સહકાર આપો, જો તમારી આસપાસ બાંધકામ થઈ રહ્યું છે, તો ગ્રીન દિલ્હી એપ પર ફરિયાદ કરો, તરત જ કાર્યવાહી કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે શિયાળો આવતાની સાથે જ દિલ્હીમાં હવા ઝેરીલી બનતી જાય છે જેના કારણે અનેક લોકોને શ્વાસ લેવામાં પણ સમસ્યા સર્જાય છે.