દાંતની સમસ્યાને વધતા રોકી લો,કરો આજે જ આ ઉપાય
સમયની સાથે કેટલાક લોકોને દાંતની સમસ્યા થવા લાગે છે. આ પાછળ કેટલાક કારણો હોય છે. દાંતની સમસ્યાને લઈને જાણકારો દ્વારા અનેક પ્રકારની સલાહ પણ આપવામાં આવે છે પરંતુ ક્યારેક તે સમસ્યા વધી પણ જતી હોય છે. દાંતની સમસ્યા થવા પાછળ પણ અનેક કારણ હોય છે જેમ કે વધુ પડતી ખાંડ કે ગળપણ ખાવાથી, બેક્ટેરિયા દાંતમાં વધવા લાગે છે, જેના કારણે દાંતમાં પોલાણ થાય છે. આ બેક્ટેરિયા પ્લેકના રૂપમાં પણ દેખાય છે અને દાંતના દંતવલ્કને નુકસાન પહોંચાડે છે. ચાલો જાણીએ કે એવા કયા ઘરગથ્થુ ઉપચાર છે જે આ પોલાણને દૂર કરવામાં મદદ કરે છે.
જો વાત કરવામાં આવે નારિયેળના તેલની તો નાળિયેર તેલનો ઉપયોગ દાંતના કીડા દૂર કરવા માટે કરી શકાય છે. બેક્ટેરિયા, સડો અને દાંતની દુર્ગંધ દૂર થાય છે. તેલ ખેંચવું એટલે નારિયેળનું તેલ મોંમાં રાખવું અને 5 થી 10 મિનિટ રાખવું. ધ્યાન રાખો કે તમે આ નાળિયેર તેલને ગળી ન જાઓ. પોલાણને દૂર કરવા માટે આ એક સૌથી શક્તિશાળી ઉપાય છે.
દાંતમાં વાસ્તવમાં કાળા કૃમિ હોતા નથી પરંતુ નાના કાળા ખાડાઓ હોય છે જેને ઘણીવાર દાંતના કીડા કહેવામાં આવે છે. આમાં સડો થવાથી દાતમાં હોલ થવા લાગે છે, જેના કારણે સમયની સાથે દાત ખોતરાવા લાગે છે.