ખરતા વાળને અટકાવવાની સરળ રીત, આ પેસ્ટ લગાવો અને મેળવો કાયમનો છૂટકારો
- વાળ ખરતા રોકવા હવે સરળ છે
- આ રહી સરળ ટ્રીક
- સામાન્ય પેસ્ટ લગાવો અને મેળવો વાળની સમસ્યાથી છૂટકારો
આજના સમયમાં કેટલાક લોકોને વાળ ખરવાની સમસ્યા હોય છે. પુરુષ તથા સ્ત્રીઓમાં આજકાલ આ સમસ્યા વધારે જોવા મળતી હોય છે. તો આવા સમયમાં કેટલાક લોકો તો કોસ્મેટિક ટ્રીટમેન્ટ કરાવતા હોય છે પરંતુ કેટલાક લોકો ઘરેલું ઉપાયનો ઉપયોગ કરતા હોય છે. આ કર્યા પછી પણ લોકોને રાહત મળતી નથી.
હવે આ લોકોએ કેટલાક પ્રકારની તકેદારી રાખવાની જરૂરી છે. જો કોઈને વાળને ખરતા અટકાવવા હોય તો 4 ચમચી આદુનો રસ, અડઘી ચમચી કાળા મરીનો પાઉડર, 2 ચમચી ઓલિવ ઓઈલ અને 1 ચમચી એલોવેરા જેલનો ઉપયોગ કરવો જોઈએ. ઉપરોક્ત તમામ વસ્તુઓને એક બાઉલમાં લઈને બરાબર મિક્સ કરી લો. પછી તેને વાળના મૂળમાં કોટનથી લગાવો અને પછી વાળ બાંધી દો. 30 મિનિટ બાદ હેર વોશ કરી લો.
આદુમાં ભરપૂર મિનરલ્સ હોય છે. જે હેર ફોલિકલ્સને એક્ટિવ કરે છે. સાથે કાળા મરી સ્કેલ્પમાં લોહીનું પરિભ્રમણ વધારે છે. આ ઉપાય કરવાથી નવા વાળ પણ ઝડપથી ઉગવા લાગે છે. વાળ હેલ્ધી બને છે અને એક જ વારના ઉપાય બાદથી જ વાળ ખરતા બંધ થઈ જાય છે. ઓલિવ ઓઈલમાં વિટામિન ઈ હોય છે. જે વાળને નરિશ કરે છે. એલોવેરા જેલ હેરને સ્મૂધ અને શાઈની બનાવે છે. આ ઉપાય સપ્તાહમાં 2-3 વાર કરી શકો છો.
જો કે કેટલીક વાર આ પ્રકારની ટ્રીટમેન્ટ લોકોને માફક આવતી નથી તો આ પહેલા તે લોકોએ ડોક્ટરની અથવા જાણકારની સલાહ જરૂરથી લેવી જોઈએ જેથી કરીને કોઈ આડઅસરનો શિકાર ન બને.