Site icon Revoi.in

‘બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર બંધ કરો’, ન્યૂયોર્કના આકાશમાં વિશાળ બેનર જોવા મળ્યું

Social Share

અમેરિકાના ન્યુયોર્કમાં આજે સવારે આકાશમાં એક વિશાળ બેનર જોઈને લોકો ચોંકી ઉઠ્યા હતા. વાસ્તવમાં આ બેનરમાં લખવામાં આવ્યું હતું કે બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ હિંસા બંધ થવી જોઈએ. આ વિશાળ બેનર હડસન નદી અને વિશ્વ વિખ્યાત સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ઉપર પવનમાં લહેરાતું જોવા મળ્યું હતું. આ બેનરો લહેરાવનારા લોકોમાં બાંગ્લાદેશ મૂળના હિન્દુ સમુદાયના સિતાંશુ ગુહા પણ સામેલ છે. સિતાંશુએ કહ્યું કે બાંગ્લાદેશી હિંદુઓની સમસ્યાઓ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી આવું કરવામાં આવ્યું છે.

બાંગ્લાદેશ પર દબાણ લાવવા અમેરિકાને અપીલ
અન્ય એક આયોજક પંકજ મહેતાએ કહ્યું કે હવે સમય આવી ગયો છે જ્યારે માનવ અધિકાર પરિષદે રાજકારણને બાજુ પર રાખીને 1971માં બાંગ્લાદેશમાં થયેલા નરસંહારને માન્યતા આપવી જોઈએ. બીજા વિશ્વયુદ્ધ પછી આ બીજો સૌથી મોટો નરસંહાર છે. અમેરિકાના ત્રણ સંગઠનોએ આ હત્યાકાંડને પહેલાથી જ માન્યતા આપી છે, જેમાં પાકિસ્તાનના સુરક્ષા દળોએ ઈસ્લામિક સહયોગીઓ સાથે મળીને હિંદુ લઘુમતીઓને નિશાન બનાવ્યા હતા. અન્ય એક આયોજક સુરજીત ચૌધરીએ પણ યુએસ સરકારને હિંદુ સમુદાય સામે હિંસા રોકવા માટે બાંગ્લાદેશ સરકાર પર દબાણ લાવવાની અપીલ કરી હતી. બાંગ્લાદેશમાં કટ્ટરવાદી શક્તિઓનો ઉદય ચિંતાનો વિષય છે અને તે ભારત માટે પણ ખતરો છે. આયોજકોએ અમેરિકનોને બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ હિંસા બંધ ન થાય ત્યાં સુધી બાંગ્લાદેશી વસ્ત્રોનો બહિષ્કાર કરવાની અપીલ કરી હતી. બાંગ્લાદેશની કુલ નિકાસમાં 85 ટકા કાપડની છે.

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે બાંગ્લાદેશમાં લગભગ બે લાખ હિંદુઓ હિંસા, લિંચિંગ, અપહરણ અને નોકરીમાંથી રાજીનામું આપવા જેવી ઉત્પીડનનો સામનો કરી રહ્યા છે. હાલમાં બાંગ્લાદેશમાં 1.3 કરોડથી 1.5 કરોડ હિંદુઓ રહે છે. 5 ઓગસ્ટ, 2024 ના રોજ શેખ હસીનાની સરકારને સત્તા પરથી હટાવવામાં આવી ત્યારથી, હિન્દુઓ પર હજારો હુમલા થયા છે.