આપણા દેશમાં મોટાભાગના લોકોને આદત હોય છે કે તે લોકો સવારના ખોરાકને રાતે અને રાતના ખોરાકને સવારે ગરમ કરીને ખાતા હોય છે. પણ તે લોકો જાણતા હોતા નથી કે આ કરવાથી આની અસર કેટલી ગંભીર થતી હોય છે. જો વાત કરવામાં આવે જાણકારોના મંતવ્યની તો તે આ પ્રકારે છે કે દરેક ઘરમાં, લોકો મોટાભાગની શાકભાજી બનાવવા માટે બટાકાની મદદ લે છે. બટાકાને લાંબા સમય પહેલા બાફ્યા પછી તેને રાંધવા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
આ ઉપરાંત જો વાત કરવામાં આવે પાલક અને ચોખાની તો પાંદડાવાળા શાકભાજીમાં સામેલ પાલકને આયર્નનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. ઘણી વાનગીઓ બનાવી શકાય છે, જેમાંથી સૌથી સામાન્ય છે પાલક પનીર. ઘણીવાર લોકો રાત્રે બચેલા પાલક પનીરનું શાક ફરીથી ગરમ કરીને ખાય છે. સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે આ પદ્ધતિથી કેન્સરનું જોખમ વધી જાય છે. અને ચોખા મોટાભાગના લોકોનો પ્રિય ખોરાક માનવામાં આવે છે, પરંતુ તેને ફરીથી ગરમ કરીને ખાવાની રીત પણ ખોટી છે. ચોખામાંથી બનેલી વાનગી જેને સુપરફૂડ કહેવાય છે તેને ફરીથી ગરમ કરવાથી તે શરીરમાં ઝેરની ભૂમિકા ભજવે છે.
ઉલ્લેખનીય છે કે આ પ્રકારનો ખોરાક ખાધા પછી પણ જો શરીરમાં કોઈ તકલીફ જણાય તો ડોક્ટરને સંપર્ક કરવો જરૂરી છે.