- સ્કિનની એલર્જી દૂર કરવા એલોવીરા જેલ લગાવો
- ગુલાબજળના વડે ચેહરાને લાફ કરવાથી એલર્જી મટે છે
તાપમાં બહાર નીકળતા જ જાણે સ્કિન દાઝવા લાગે છે પરિણામેં સ્કિન કાળઈ થવી, સ્કિન પર લાલા ઘબ્બા પડવા, સ્કિનમાં ખંજવાળ આવવી જેવી સમસ્યાઓ સર્જાય છે,આવી સ્થિતિમાં તમે ઘરે રહીને પણ સ્કિનની ખાસ કાળજી કરી શકો છો.આ માટે તમાર ઘરે આવતાની સાથે જ કેટલાક ઘરેલું નુસ્ખાો અપનાવવા જોઈએ જેથી બહારની ગરમીથી સ્કિનને જે નુકશાન થયું છે તેમાં રાહત મળી શકે.
વધુ ગરમીના કારણે પસીનો સ્કિન પર થાય છે જેથી સ્કિન પર એલર્જી થાય છે જેને લઈને ત્વચાનો રંગ લાલ થવા લાગે છે. તેના પર દાના, બળતર, ખંજવાળ વગેરેની સમસ્યા થવા લાગે છે.તો ચાલો જાણીએ આપણી સ્કિનને સુંદર, ગ્લોઈંગ, નરમ બનાવવા માટેના કેટલાક ઘરેલું ઉપરચાર
- જ્યારે પમ ઘરની બહાર ગયા હોવ અને ઘરમાં આવો ત્યારે ગુલાબજળ ચહેરા પર લગાવો અને 10 મિનિટ બાદ ફએશવોશ કરીલો
- ચહેરા પર ટી-ટ્રી ઑયલનો ઉપયોગ પણ કરી શકો છો. તેમાં રહેલ એંટી-ઈંફ્લેમેંટ્રી, એંટી માઈક્રોબિયલ, એંટી બેક્ટીરિયલ ગુણ સ્કિન એલર્જીને ઓછું કરવામાં મદદ કરે છે.ખંજવાળ તથા બળતરા પણ તેનાથી દૂર થાય છે
- સ્કિનની કાળજી લેવા માટે તમારે એલોવેરા જેલનો ઉપયોગ કરવો ,તેમાં એંટી બેક્ટીરિયલ, એંટી વાયરલ ગુણો સમાયેલા હોય છે. જેને ત્વચા પર લગાળવાથી ખંજવાળ, બળતરા,કે ત્વચાને લગતી એલર્જી દૂર થાય છે.
- સ્કિન એલર્જી થાય ત્યારે તમે એપલ સાઈડર વિનેગર એટલે કે સરકાનો ત્વચા પર પ્રયોગ કરી શકો છો.તેમાં એન્ટિ બેક્ટીરિયલ વાયરલ ગુણ સ્કિનને અંદરથી પોષિત કરી તેને એલર્જી દૂર કરવામાં મદદ કરે છે. સરકાને ગરમ પાણીમાં મિક્સ કરીને લગાવવો જોઈએ તો તે ફાયદો કરે છે.
- આ થી વિશેષ લીમડાના પાનની પેસ્ટ બનાવીને તેને ચહેરા પર 10 મિનિટ લાગવી બાદમાં ઠંડા પાણી વડે ચહેરો ધોઈ લેવો, આમ દિવસમાં બે વખત કરવાથી ખંજવાર દૂર થાય છે.
- કાકડીના રસથી ચહેરાને સાફ કરો આ સાથે જ કાકડીના રસને આઈસ ટ્રેમાં ભરીને બરફ જમાવી રાખો બહારથી આવો ત્યારે આ કાકડી ક્યૂબ ફએસ પર અપ્લાય કરો ઠંડક મળશે
- બીટના રસને પમ બરફ જમાવી દો, તડકામાંથી આવી બીટ આઈસ ક્યૂબ હાથ પગ અને ચહેરા પર ઘસવાથી રાહત મળે છે.