સામાજિક પરિવર્તન માટે ધર્માંતરણને રોકવું અતિઆવશ્યકઃ સામાજીક કાર્યકરોનો મત
અમદાવાદઃ ભારતીય વિચાર મંચ, કર્ણાવતી કેન્દ્ર દ્વારા Interfaith Marriages and Religious Forced Conversions વિષય પર વિશ્લેષણ ગોષ્ઠિનું આયોજન કરાયું હતું, જેમાં 12૦૦ થી વધારે INTERFAITH RELATONSHIP એટલેકે આંતરધર્મીય સંબંધોમાં માર્ગદર્શન આપનાર અને વ્યવસાયે મૂળ વૈજ્ઞાનિક એવા ડોકટર દિલીપભાઈ અમીન અને INDUS UNIVERSITY માં સિનિયર રિસર્ચ એસોસિયેટ રિચાબેન ગૌતમ મુખ્ય વક્તાઓ હતા, જેઓએ આંકડાકીય, કાયદાકીય અને સામાજિક દ્રષ્ટિકોણ થી આ વિષય પર પોતાનું સંશોધન પ્રસ્તુત કર્યું હતું. આ ગોષ્ઠિ કર્ણાવતી શહેરના ગુજરાત યુનિવર્સિટી કેમ્પસના Department of Biochemistry And Forensic Science વિભાગના Conference Hall ખાતે યોજવામાં આવી હતી, જેમાં શહેરના યુવાઓ તેમજ જાગૃત નાગરિકો હાજર રહ્યા હતાં.
પ્રથમ વક્તા, રિચાબેન ગૌતમ હતા. જે અન્ય વક્તા ડૉ દિલીપભાઈ અમીન સાથે આંતરધર્મીય લગ્ન પર સર્વેક્ષણ તેમજ LOVE JIHAD અને હિંસા પર વિશ્લેષણાત્મક કાર્ય કરે છે, ત્યાર બાદ સમગ્ર બાબતની આંકડાકીય માહિતી એકત્ર કરી તેનું દસ્તાવેજીકરણનું કાર્ય કરે છે.
તેમના જણાવ્યા મુજબ, ભારતના Love Jihad ના કૃત્યો, England માં Grooming Gang અને Romeo Gang ના નામથી પંકાયેલ છે. વર્ષ 2017 – 18 ના આંકડા મુજબ, England માં દરરોજ 53 છોકરીઓ આ Grooming Gang નો ભોગ બનતી હતી, જેનો આંકડો વર્ષના અંતે 20,000 પહોંચ્યો હતો.
આ ઉપરાંત તેમણે, વૈશ્વિક સ્તર પર હિન્દુત્વને બદનામ કરવાની બાબત, યુરોપિયન દેશોમાં વર્ષ 1975 થી વધતી પુરુષ શરણાર્થીઓની વસ્તીના કારણે વધતાં મહિલા અને અન્ય અપરાધોના આંકડા, ચાર્ટ દ્વારા જણાવ્યા હતાં. આગળ તેમણે, શરીયાનો વધતો વૈશ્વિક દબદબો અને તેના કારણે આવનાર સમયના પડકારો ઉપરાંત અમેરિકાના રાજકારણમાં ભારતીયોના વધતાં પ્રભાવ જેવા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓથી શ્રોતાઓને અવગત કર્યા હતાં. અંતમાં તેમણે બદલાતા યુગમાં આતંકવાદના નવા રૂપની સવિસ્તાર ચર્ચા કરી હતી, એટલેકે કામ આતંકનું જ પણ અન્ય સ્વરૂપ અને અન્ય પધ્ધતિ દ્વારા.
ડૉ. દિલીપ ભાઈ અમીન Interfaithshadi.org અને Hinduspeakers.org website ના સ્થાપક, Interfaith Marriage બાબતે 3 સંશોધનાત્મક અને સમાધાન શોધક પુસ્તકોના લેખક અને વૈજ્ઞાનિક છે. ડૉ. અમીન દ્વારા ધાર્મિક મુદ્દાઓની નિરપેક્ષ અને સહાયક ડેટા સાથે ચર્ચા અસરકારક નીવડી હતી. PATHOES ના કટાર લેખક એવા વકતાએ તેમના 18 વર્ષ અને 1200 Interfaith Marriage ના અભ્યાસ બાદ, Interfaith Marriage માં Equality ને પાયાની બાબત ગણાવી હતી, અને તેમના મત મુજબ સામાજિક પરિવર્તન માટે ધર્માંતરણને રોકવું અતિઆવશ્યક છે. વ્યક્તિ કોઈ પણ ધર્મની હોય પણ, પ્રેમ અને લગ્નમાં ધર્માંતરણને કોઈ સ્થાન ના હોવું જોઈએ, તેવું તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું.
ડૉ. અમીનની રજૂઆતમાં ગીતા અને કુરાન જેવા ધર્મગ્રંથો, ધાર્મિક પ્રથાઓ અને આંતરધર્મીય લગ્નોના મુદ્દા તેમજ મુશ્કેલીઓ આવરી લેવામાં આવી હતી. તેમના વર્ષોના અનુભવના આધારે, તેમણે પ્રબુદ્ધ લોકોને અનુરોધ કર્યો હતો કે, પરિવારના કોઈ સભ્ય તરફથી આંતરધાર્મિય લગ્નની વાત જણાવવામાં આવે ત્યારે પરિવારના સભ્યોએ લાગણીવશ વર્તન કરવાને બદલે ચતુરાઈભર્યું વર્તન કરવું હિતાવહ છે. આગળ વક્તાએ જણાવ્યું હતું કે, આપણા અને વિધર્મીના ધર્મગ્રંથોનું વાંચન – ચર્ચા, ધાર્મિકસ્થળોની મુલાકાત અને રિતરીવાજોની સમજ તેમજ બંને પક્ષના સગા-વ્હાલાના ઘરે જઈને ત્યાંનું વાતાવરણ અને વર્તનનું ઊંડું નિરીક્ષણ જેવી મહત્વની બાબતો આંતરધાર્મિય લગ્ન ઇચ્છુક વ્યક્તિને કરવા દેવું એ જ આ સમસ્યાનો સચોટ ઉકેલ અને સમાધાન છે.
ટૂંકમાં, બંને વક્તાઓના સંશોધન અને વિશ્લેષણ દ્વારા, આધુનિક સમયમાં Interfaith Marriages and Religious Forced Conversions ની પરિસ્થિતિમાં પરિવાર અને સ્નેહીજનોએ કેવી રીતે વર્તવું તેમજ બદલાઈ રહેલા વૈશ્વિક સમીકરણો પરથી કેવી રીતે બોધપાઠ મેળવવો તે મૂળ મુદ્દો રહ્યો હતો. છેલ્લે, વક્તાઓએ પ્રશ્નોત્તરી દ્વારા યુવા અને જાગૃત નાગરિકોના અનેક પ્રશ્નોનું સમાધાન આપ્યું હતું, જેના દ્વારા વક્તાઓ અને શ્રોતાઓ વચ્ચે ખરો સંવાદ થયાની લાગણી અનુભવાઈ હતી.
“ભારતીય વિચાર મંચ” છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં વૈચારિક ક્ષેત્રે કાર્યરત છે. વિશ્વની સૌથી મોટી યુવાશક્તિ ધરાવતું ભારત વિશ્વનો સાંસ્કૃતિક નેતા બનવા તૈયાર થઈ રહ્યું છે ત્યારે યુવાઓમાં ભારતીય મૂલ્યોની પુનઃ સ્થાપના કરવી આવશ્યક છે અને “ભારતીય વિચાર મંચ” તેના માટે સતત પ્રયત્ન કરી રહ્યું છે અને એટલે જ “ભારતીય વિચાર મંચ” વર્ષ દરમિયાન અનેક પ્રાદેશિક અને રાષ્ટ્રીય સંગોષ્ઠીઓનું આયોજન કરે છે.