- બિહારમાં આરોગ્ય કર્મીની બેદરકારી સામે આવી
- 115 લોકોના પરિક્ષણ આવ્યા પોઝિટિવ
પટનાઃ- સમગ્ર દેશભરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે કોરોનાના પરિક્ષણને લઈને અજીબો ગરીબ ઘટના સામે આવી રહી છે,બિહારમાં કોરોના તપાસના મામલામાં મોટી બેદરકારી સામે આવી છે. બે દિવસ પહેલા સમસ્તીપુરમાં એક હેલ્થ વર્કરે પોઝિટિવ વ્યક્તિનું સીરમ એક જ વિસ્તારના 115 લોકોને અલગ-અલગ નામથી આરટીપીસીઆર ટેસ્ટ માટે મોકલ્યું હતું. જેના કારણે તમામનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ હતી.
આ ઘટના બાદ અહીંની આરોગ્ય વિભાગની ટીમને સ્થળ પર મોકલવામાં આવી હતી, ત્યાર બાદ આખી ઘટનાની ખબર પડી કે જે લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે.આ ઘટના છે કલ્યાણપુરની, સૌ પ્રથમ દરેક વ્યક્તિઓ પોઝિટિવ આવતા હડકપં મચ્યો હતો .
જો કે આ બાબતે સોમવારે આ મામલાના ખુલાસો થયા બાદ ડીએમના આદેશ પર સિવિલ સર્જને હેલ્થ વર્કરને સસ્પેન્ડ કરી દીધા હતા. આ મામલે તપાસ માટે કલ્યાણપુર પીએચસી ઈન્ચાર્જના નેતૃત્વમાં ત્રણ સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે. બે દિવસમાં તપાસ રિપોર્ટ માંગવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ 5 જાન્યુઆરીએ, કલ્યાણપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી 115 લોકોના નમૂનાઇન્દિરા ગાંધી આયુર્વેદિક સંસ્થ પટનાને તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. 7 જાન્યુઆરીએ દરેકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રવિવારે કલ્યાણપુરની ટીમ મોકલવામાં આવી હતી. પીએચસીમાં એક વ્યક્તિનો એન્ટિજેન રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. કર્મચારીએ પોઝિટિવ વ્યક્તિનું સીરમ અલગથી રાખીને 115 લોકોના સેમ્પલ બનાવી લીઘા અને તેને તપાસ માટે પટના મોકલ્યા.આ રીતે ખોટા રિપોર્ટ આવવાથી હડકંપ મચવા પામ્યો હતોજો કે બાદમાં આખી ઘટના સામે આવી હતી .