ચીનમાં ભૂતિયા ઘરોમાં સૂવાની અજીબોગરીબ નોકરી,પ્રતિ મિનિટના મળે છે 700 રૂપિયા
- ચીનમાં ભૂતિયા ઘરોમાં સૂવાની અજીબ નોકરી
- પગારમાં મળે છે એક બોરી પૈસા!
- પ્રતિ મિનિટના મળે છે 700 રૂપિયા
જ્યારે પણ આપણે કોઈ ઘર કે મિલકત ખરીદવા જઈએ છીએ ત્યારે તેની તમામ માહિતી એકઠી કરીએ છીએ અને તેમાં ભૂત-પ્રેત હોવાની અફવા સાંભળીએ છીએ તો તે ઘરથી દૂર થઇ જઈ છીએ અથવા પૂજા પાઠ કરાવી ભૂત પ્રેતને દૂર કરવાની કોશિશ કરીએ છીએ,પરંતુ પડોશી દેશ ચીનમાં આ માટે નોકરી (Most Risky Jobs on Earth) લેવામાં આવે છે.
હા, તમે બરાબર વાંચ્યું છે, આ કામ કરનાર વ્યક્તિએ એક રાતે આવા જ ભૂતિયા ઘરોમાં સૂવા જવું પડશે અને સાબિત કરવું પડશે કે ત્યાં કંઈ નથી. ચીનમાં પ્રોપર્ટી બિઝનેસ સાથે જોડાયેલા લોકો માટે આ કામ અજુગતું નથી. અહીં આ માટે, રિયલ એસ્ટેટ એજન્સીઓ ભૂતિયા હાઉસ ટેસ્ટર્સની નોકરી માટે સારો પગાર પણ આપે છે. ભૂતિયા અથવા શાપિત મિલકતને બજારમાં વેચવા અને લોકોને સમજાવવા માટે, ભૂતિયા મકાનોમાં સૂતા લોકોની શોધ કરવામાં આવે છે.
અહેવાલ મુજબ,આ નોકરી સરળ નથી, આ માટે તેઓએ પોતાનો જીવ જોખમમાં મૂકવો પડશે અને તે મકાનોમાં રહેવું પડશે જે ઘણા વર્ષોથી ખાલી હતા. આ ઘરોની વાર્તાઓ સાંભળીને તેમને ખોટા સાબિત કરવા સરળ નથી. આ નોકરી માટે, તેમને પ્રતિ મિનિટના ધોરણે પગાર આપવામાં આવે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ કામ માટે દર મિનિટે 1 યુઆનનો પગાર આપવામાં આવે છે. જેનો અર્થ છે કે તેમને એક કલાક માટે 60 યુઆન મળે છે. જો ભારતીય ચલણમાં જોવામાં આવે તો આ રકમ લગભગ 700 રૂપિયા હતી. જો કોઈ વ્યક્તિ ભૂતિયા ઘરમાં 24 કલાક રહે છે, તો તેને એકસાથે 16,744 રૂપિયા મળશે.
ચીનમાં લોકો મોટાભાગે આવા ઘરોથી દૂર રહે છે અને આવી સ્થિતિમાં ગ્રાહકોને પ્રોપર્ટી માટે વાટાઘાટ કરવી ખૂબ મુશ્કેલ છે અને આવી સ્થિતિમાં રિયલ એસ્ટેટ એજન્ટો હોમ ટેસ્ટર્સની માંગ કરે છે. આ પ્રકારના કામનો અનુભવ ધરાવતા હોમ ટેસ્ટર્સે ભૂતિયા પ્રોપર્ટીમાં 24 કલાક વિતાવ્યા બાદ તેમના એમ્પ્લોયરને વિડિયો સબમિટ કરવાનો રહેશે, જેથી ત્યાં રહેવામાં કોઈ મુશ્કેલી ન આવે. ચીનમાં મોટા ભાગના લોકો આવા કામ પાર્ટ ટાઈમ કરે છે કારણ કે એક રાતમાં હજારોની કમાણી ખોટનો સોદો નથી.