વરસાદની ઋતુમાં કપડામાંથી આવે છે અજીબ સ્મેલ ? તો હવે તેને કરો આ રીતે દૂર
- વરસાદની ઋતુમાં કપડામાંથી આવે છે અજીબ સ્મેલ
- તો કેટલીક ટીપ્સથી તેને કરી શકાય છે દૂર
વરસાદની ઋતુ આમ તો બધા લોકોને પસંદ હોય છે. લોકોને વરસાદની ઋતુમાં ફરવા જવાનું તથા નવુ નવુ ખાવાનું પણ મન થતુ હોય છે. પણ કેટલીક વાર વરસાદની સિઝનમાં કેટલીક સમસ્યાઓ પણ થતી હોય છે જે આપણને પરેશાન કરતી હોય છે.
વરસાદની સિઝનમાં કપડાં સુકાયા બાદ પણ તેમાં ભેજ રહી જાય છે. તેના કારણે તેમાંથી દુર્ગંધ અથવા તો ખરાબહ સ્મેલ આવવા લાગે છે. વરસાદની સિઝનમાં કપડાં સુકાતા પણ નથી હોતા. તો આ સ્મેલને દુર કરવા માટે વિનેગરની મદદ લઈ શકો છો. તેમા માટે તમે કપડાંને નોર્મલ રીતે ડિટર્જનમાં ધોઈ લો. ત્યાર બાદ અડધી ડોલ પાણીમાં બે મોટી ચમચી વાઈટ વિનેગર નાખીને તેમાં ધોયેલા કપડાને 10 મિનિટ સુધી પલાળી રાખો. ત્યાર બાદ કપડાંને સારી રીતે નિચોવી લો અને સુકવી દો. તેનાથી કપડાંમાંથી દુર્ગંધની સમસ્યા બંધ થઈ જશે.
અન્ય રીત એ પણ છે કે જો વરસાદની સિઝનમાં કપડાંમાંથી આવનાર દુર્ગંધથી છુટકારો મેળવવો હોય તો ડેટોલનો ઉપયોગ કરી શકાય છે. તેના માટે કપડાંને નોર્મલ રીતે ડિટર્જનમાં ધોઈ લો. ત્યાર બાદ અડધી ડોલ પાણીમાં બે-ત્રણ મોટી ચમચી ડેટોલ નાખીને તેમાં ધોયેલા કપડાંને 10 મિનિટ સુધી પલાળી રાખો.
આમતો તમે હંમેશા અગરબત્તીનો ઉપયોગ પુજા પાઠ વખતે કરો છો. પરંતુ કપડાંની દુર્ગંધને દુર કરવા માટે પણ તેનો ઉપયોગ કરી શકાય છે. તેના માટે તમારે કપડાં ધોવાઈ જાય ત્યાર બાદ તેને સુકવ્યા બાદ તે જગ્યાની આસપાસ અગરબત્તીને સળગાવીને મુકી દો. તેનાથી અગરબત્તીનો ધુમાડો ધીરે ધીરે કપડાંમાં સીધો જશે અને કપડાંમાં સમાઈ જશે અને કપડાંમાંથી દુર્ગંધની જગ્યા પર સુગંધ આવવા લાગશે.