Site icon Revoi.in

બાંગલા સાંસદનો અજીબો ગરીબ પ્રસ્તાવઃ કહ્યું, નોકરી કરતા લોકો એ એક-બીજા સાથે લગ્ન ન કરવા જોઈએ, જાણો આ માટે શું જણાવ્યું કારણ

Social Share

 

દિલ્હીઃ- બાંગ્લાદેશના સાંસદ દ્રારા સંસદમાં એક વિચિત્ર પ્રકારનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે,જે બીજી તરફ હાસ્યસ્પદ પણ કહી શકાય,આ પ્રસ્તાવ  જાણીને સૌ કોઈ આશ્ચર્ય પામી રહ્યા છે અને લોકો મજાક પણ ઉડાવી રહ્યા છે.

વાત જાણે એમ છે કે બાંગલા દેશના એક સાસંદે માંગણી કરી હતી કે  કામ કરતા પુરુષ અને કામ કરતી  સ્ત્રીઓ વચ્ચે લગ્ન ન થવા જોઈએ. આમ કરવાથી જ બેરોજગારીનો અંત આવશે. તેમના આ પ્રસ્તાવ પર સંસદમાં ઘણી મજાક પણ ઉડી રહી હતી.

બાંગ્લાદેશના સ્વતંત્ર સાંસદ રેઝાઉલ કરીમ બબલુએ આ પ્રસ્તાવ તાજેતરમાં સંસદમાં મૂક્યો હતો. બબલુએ કહ્યું, બેરોજગારીની સમસ્યા હલ થઈ રહી નથી કારણ કે કામ કરતા પુરુષો કામ કરતી મહિલાઓ સાથે લગ્ન કરી રહ્યા છે.એટલે બેરોજગારી વદી રહી છે.જો આનમ થતું અટકાવવામાં આવે તો રોજગારી દરેકને મળી રહે.

દેશમાં બેરોજગારીનું કારણ વર્કિંગ કપલ્સ વચ્ચે થતા લગ્ન છે. જો આ કાયદો બને તો દેશમાં બેરોજગારીની સમસ્યાનો અંત આવશે. બબલુના પ્રસ્તાવ પર ઘણા મંત્રીઓ હાસ્ય રચ્યું હતું.કાયદા મંત્રી અનીસુલ હકે બબલુને કહ્યું કે તેઓ આવા પ્રસ્તાવ પર વિચાર કરવાનું વિચારી પણ શકતા નથી