ટોક્યોઃ જાપાનની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન વચ્ચે દ્રીપક્ષીય બેઠક યોજાઈ હતી. જેમાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ભારત અને અમેરિકા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી ખરેખર વિશ્વાસની ભાગીદારી છે.
પીએમ મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથેની દ્વિપક્ષીય બેઠકમાં કહ્યું કે, બંને દેશો વચ્ચે લોકો વચ્ચેનો સંપર્ક વધ્યો છે. તમને મળીને હંમેશા આનંદ થાય છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી ખરેખર વિશ્વાસની ભાગીદારી છે. ઘણા ક્ષેત્રોમાં આપણા સહિયારા મૂલ્યો અને સુરક્ષાએ બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવ્યા છે. અમારી વચ્ચે વ્યાપાર અને રોકાણ સતત વિસ્તરી રહ્યું છે, પરંતુ તે સંભવિતતાથી ઘણું ઓછું છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, ભારત અને અમેરિકા વચ્ચે ટેકનીકી સહયોગ વધ્યો છે અને બંને દેશોની મિત્રતા માનવજાતિના કલ્યાણ માટે છે. અમારી વચ્ચે વેપાર મુદ્દે સતત વિસ્તાર થઈ રહ્યો છે. અમે વૈશ્વિક મુદ્દા ઉપર સહયોગ કરી રહ્યાં છીએ. અમે મહત્વના ક્વાટ સંમેલનમાં ભાગ લીધો છે અને મહત્વના મુદ્દા ઉપર ચર્ચા કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ જાપાનના પ્રવાસે છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનમાં વસતા ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. આ ઉપરાંત સુઝુકી સહિતની કંપનીના સંચાલકો સાથે મહત્વની બેઠક યોજી હતી. તેમજ જાપાનની કંપનીઓને ભારતમાં રોકાણ કકરવા આમંત્રણ આપ્યું હતું. તેમજ આજે કવાટ સમિટમાં હાજરી આપી હતી, જેમાં વૈશ્વિક મુદ્દા ઉપર ઊંડાણપૂર્વકની ચર્ચા કરાઈ હતી.