Site icon Revoi.in

વડોદરામાં રખડતા ઢોરનો ત્રાસ, નવાયાર્ડ વિસ્તારમાં ગાયે ગોથું મારતા યુવાનને ગંભીર ઈજા

Social Share

વડોદરાઃ રાજ્યના તમામ નાના-મોટા શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ હોય છે. એમાં વડોદરા શહેરમાં તો રખડતા ઢોરનો સૌથી વધુ ત્રાસ છે. અને મ્યુનિ.કોર્પોરેશનની નિષ્ક્રિયતાનો શહેરના નાગરિકો ભોગ બની રહ્યા છે. શહેરના નવા યાર્ડ વિસ્તારમાં વધુ એક યુવાનને ગાયે અડફેટે લેતા યુવાને ગંભીર ઈડાઓ થઈ હતી.

વડોદરા શહેરમાં ઘણા સમયથી રખડતા ઢોરનો ત્રાસ વધતો જાય છે.  જાહેર રસ્તાઓ પર રખડતા ઢોર દોડવાની સ્પર્ધા રાખી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. થોડા દિવસ પહેલા  શહેરના એક યુવાને પોતાની આંખ ગુમાવી છે, ત્યારબાદ વધુ 3 બનાવ બન્યા હતા. હવે ગાય કોઈને ભેટી મારે તો તે સામાન્ય વાત થઈ ગઈ હોય તેમ લાગે છે. છેલ્લા કેટલાક દિવસથી કોઈ ને કોઈ વ્યક્તિ ઢોરનો શિકાર બનતો હોય છે. ત્યારે શહેરના નવાંયાર્ડ રોશન નગરમાં રહેતા અતાસુલતાન નામના યુવક પોતાની શાકભાજીની લારી લગાવતો હતો તે દરમિયાન અચાનક જ પાછળથી ગાયે ભેટી મારતા યુવક હવામાં 5 ફુટ ઉંચે ઉછડ્યો હતો અને તેને પગમાં અને હાથમાં ઇજા પહોંચી હતી.

વડોદરા શહેરમાં  દિવસે દિવસે રખડતા ઢોરનો શિકાર કોઈને કોઈ વ્યક્તિ બની રહ્યા છે. ત્યારે અતાસુલતાનના પરિવારે ફમ મ્યુનિ. કોર્પોરેશન પાસે ગાયોને નવાંયાર્ડ વિસ્તારમાંથી પકડી જવા આગ્રહ કર્યો છે.  શાકભાજીનો વેપાર કરીને પરિવારનું ગુજરાન ચલાવતા યુવકને ઇજા પહોંચવાથી પોતાના વેપાર ધંધો પણ પડી ભાંગ્યો છે. શહેરીજનો પણ એવી માગણી કરી રહ્યા છે, કે,  મેયર કેયુર રોકડિયા મિટિંગ કરવાનું છોડી નક્કર કાર્યવાહી કરે તે જરૂરી છે. (file photo)