સ્ટ્રીટ વેંડરે તીખી અને મીઠી ચટણી નાખી બનાવ્યો જબેલી ચાટ,વીડિયો જોઈ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો
- તીખી અને મીઠી ચટણી નાખી બનાવ્યો જલેબી ચાટ
- મીઠી વાનગીને આપ્યું ચાટનું સ્વરૂપ
- વીડિયો જોઈ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો
દરેક લોકો ખાવાના શોખીન હોય છે અને દરેકને નવો સ્વાદ જોઈએ છે.આ જ કારણ છે કે,લોકો સ્વાદિષ્ટ ભોજનનો પ્રયોગ કરવાનું ચૂકતા નથી.ક્યાંક ગોલ્ડ બર્ગર બને છે તો ક્યાંક મોમો પિઝા. આમાંના કેટલાક પ્રયોગો સફળ થાય છે, પરંતુ કેટલાક લોકોનું મન બગાડે છે.હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક સ્ટ્રીટ ફૂડ વેન્ડર જલેબી સાથે વિચિત્ર પ્રયોગો કરતો જોવા મળી રહ્યો છે. આ જોઈને સોશિયલ મીડિયા યુઝર્સનો ગુસ્સો ફાટી નીકળ્યો છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે,એક સ્ટ્રીટ ફૂડ વિક્રેતા જલેબી પર મસાલેદાર મગફળી નાખે છે અને તેના પર મસાલો છાંટીને તેના પર તીખી અને મીઠી ચટણી નાખે છે અને પછી આ ચાટ તૈયાર કરવા માટે તે તેના પર દહીં પણ નાખે છે.હવે જો તમને લાગે છે કે,જલેબી સાથેની ક્રૂરતા અહીં બંધ થઈ ગઈ છે, તો તમે ખોટા છો કારણ કે આ પછી ફરીથી જલેબીમાં તીખી અને મીઠી ચટણી નાખે છે.આ પછી કોથમીર અને દાડમના દાણા નાખીને તેમજ મીઠું નાખીને સર્વ કરે છે. એટલે કે, એક પ્રખ્યાત મીઠી વાનગીને ચાટનું સ્વરૂપ આપવામાં આવ્યું છે.
સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતાં જ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.યુઝર્સે સ્ટ્રીટ વેન્ડર્સને વિવિધ કોમેન્ટ કરીને ટ્રોલ કરવાનું શરૂ કર્યું. એક વ્યક્તિએ લખ્યું, ‘જેને ખાવાની ઈચ્છા થઈ હશે તે પણ નહીં ખાઈ શકે.’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘ભાઈ આજકાલ લોકો કેવા-કેવા પાપ કરે છે’ અન્ય એક યુઝરે વીડિયો પર કમેન્ટ કરીને લખ્યું, ‘ કોણ છે આ લોકો, ક્યારેક તેમનો ચહેરો પણ બતાવો.” આ સિવાય બીજા પણ ઘણા લોકોએ તેના પર કોમેન્ટ કરીને પોતાના ફીડબેક આપ્યા છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર thegreatindianfoodie નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે.