Site icon Revoi.in

સ્ટ્રેચિંગ કરવાથી સારી ઊંઘ મળે છે, રાત્રે સુતા પહેલા સ્ટ્રેચિંગ કરીને ટ્રાય કરી જોજો,સાથે બીજા ઘણા ફાયદાઓ થાય છે.

Social Share

જો શરિરને સ્વસ્થ રાખવું હોય તો સારી ઊંઘ  સેલી જરુરી છે અને સારી ઊઁધ  સાતથી આઠ કલાક ની  હોય છે.તેને જ પુરતી ઊંધ કહીએ છીએ.ઊંઘ ખૂબ જ જરૂરી છે. રાત્રિ એ સમય છે જ્યારે વ્યક્તિ આરામ કરે છે, તેથી આખા શરીર માટે આરામ કરવો મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં, એવું જરૂરી નથી કે તમે માત્ર દિવસ દરમિયાન જ સ્ટ્રેચિંગ કરો, પરંતુ સારી ઊંઘ માટે તમારે રાત્રે પણ સ્ટ્રેચિંગ કરવું જોઈએ.

સ્ટ્રેચિંગથી તણાવ દૂર થાય છે

સ્ટ્રેચિંગ તમારા તણાવને દૂર કરવામાં મદદરૂપ છે. તે સ્નાયુઓને આરામ કરવામાં મદદરૂપ છે. સૂતા પહેલા સ્ટ્રેચિંગ કરવું આરોગ્યને ઘણી રીતે ફઆયદો કરાવે છે.તેનાથી તમારા સ્નાયુઓનો દુખાવો પણ મટે છે.

ત્વચા માટે પણ ફાયદા કારક

સાથે જ સ્ટ્રેચિંગ એક્સરસાઈજ કરવાથી બ્લ્ડ સર્કુલેશન તીવ્ર હોય છે. જેનાથી ત્વચામાં ચમક આવે છે. તેને કરવાથી તમારું મગજ પણ શાંત રહે છે અને તીવ્રતાથી કામ કરે છે.

 એકસરસાઈજ કરતા સમયે ઢીલા કપડા પહેરવા જેનાથી તમે સરળતાથી વગર કોઈ પરેશાની તમારા હાથ અને પગને ખોલી શકો. સાથે જ સ્પોર્ટ શૂજ પહેરવા અને એક કર્ફટેબલ મેટ પર બેસવું.

 બટરફ્લાઈ એક્સરસાઈજ ખૂબ સરળ અને ઈફેક્ટિવ એક્સસાઈજ છે. તેને કરવા માટે સૌથી પહેલા પગને એક સાથે જોડીને બેસવુ છે અને તમારી પીઠને સીધો રાખવુ છે. હવે પગને થોડો આગળની બાજુ ખેંચો અને તમારા ઘૂંટણે વળવું. આ દરમિયાન તમારા બન્ને પગ તળિયાની સાથે જોડાયેલા હોવા જોઈએ. આ પછી ઉપરના શરીરને આગળની તરફ ધકેલવું અને તમારા ઘૂંટણને ફર્શના નજીક રાખવું. આશરે બે મિનિટ માટે આ સ્ટ્રેચને બનાવીને રાખો.

 સ્ટ્રેચિંગ એક્સરસાઈજ કરવા માટે સૌથી પહેલા તમારા પગને થોડા દૂર દૂર કરીને ઉભા થઈ જાઓ. હવે તમારી શ્વાસને ધીમા-ધીમા છોડતા રીલેક્સ કરવું. તમે આ એક્સસાઈજ આશરે 5-7 મિનિટ સુધી કરવી.

 આ સાથે જ તમે ફોરવર્ડ ફોલ્ડ કરો  કે જે બેસીને થઈ શકે છે. તે માત્ર રેમ્સ, પીઠ અને પગને ખેંચવામાં મદદ કરે છે પરંતુ તે પાચન સુધારવા માટે પણ અસરકારક હોવાનું જાણીતું છે. ફોરવર્ડ ફોલ્ડ તણાવ દૂર કરવા અને બ્લડ પ્રેશરને સ્થિર રાખવા માટે અત્યંત ફાયદાકારક છે. તમારે આ માત્ર પાંચ મિનિટ માટે કરવાનું છે.

 આ સાથે જ તમે બન્ને હાથને આગળ લાવીને એક બીજા સાથે મિલાવીને બહારની સાઈડ ખેંચીને સ્ટ્રેચિંગ કરી શકો છો જે તમામા હાથના મસલ્સને મજબૂત બનાવે છે.