સુરત: જાહેર રોડ પર જોખમી સ્ટંટ કરવાના બનાવો વધી રહ્યા છે. ઉપરાંત લાયસન્સ વિના સગીરો વાહનો ચલાવીને અકસ્માતો સર્જતા હોય છે. ઉપરાતં ઓવરસ્પિડમાં વાહનો ચલાલવાનો યુવાનોમાં ક્રેઝ વધતો જાય છે. અમદાવાદમાં તાજેતરમાં ઈસ્કોનબ્રિજ પર ઓવરસ્પીડમાં કારે અકસ્માત કરતા નવ જણાના મોત નિપજ્યા હતા. ત્યારે હવે પોલીસે પણ રાત્રે ચેકિંગ વધાર્યુ છે, દરમિયાન રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષદ સંઘવીએ રોડ પર સ્ટંટ કરતા નબીરાઓ સામે તેમજ લાયસન્સ વગરના વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો છે. સગીર વાહન ચલાવતા પકડાશે તો તેના પિતા સામે ગુનો નોંધાશે.
અમદાવાદમાં તાજેતરમાં બનેલી અકસ્માતની ઘટનાના પડઘા રાજ્યમાં પડ્યા છે. સુરતમાં પણ રાંદેર પોલીસે મોપેડ લઈને જોખમી રીતે વાહન હંકારતા સગીર અને તેને વાહન આપનારા પિતા સામે કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે આ મામલે ગૃહ મંત્રી હર્ષ સંઘવીનું નિવેદન કર્યુ હતુ.
ગૃહરાજ્ય મંત્રી સંઘવીએ જણાવ્યું હતું કે, જે બાળકો વાહનો લઈને સ્ટંટ કરે છે તે બાળકો તો જવાબદાર છે જ પરંતુ તેમના વાલીઓ પણ એટલા જ જવાબદાર છે. બાળકો પાસે લાયસન્સ ન હોય અને વાલીઓએ વાહનો હંકારવા આપશે અને જો એ કોઈ પ્રકારના નિયમ તોડશે તો જરૂરથી જેટલા લોકો પર કાર્યવાહી કરવાની હશે તે થશે જ કોઈ પણ પ્રકારની ભલામણ કે છૂટ ચલાવી લેવામાં આવશે નહી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે જે બાળકો વાહનો લઈને સ્ટંટ કરે છે તે બાળકો તો જવાબદાર છે જ પરંતુ તેના વાલીઓ પણ એટલા જ જવાબદાર છે. પરિવારજનો બાળકોના મોજશોખ પુરા કરવા લાયસન્સ ન હોય તો પણ વાહનો ચલાવવા આપી દે છે. જેને લઈને કેટલાય પરિવારે પોતાના વ્હાલા સંતાનો ગુમાવ્યા છે. સુરતમાં જે રાંદેર પોલીસે કામગીરી કરી છે તે અદભૂત છે. ગુજરાતમાં તમામ જગ્યાએ આ જ પ્રકારની કામગીરી ચાલુ છે અને હજુ વધુ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
અમદાવાદમાં અકસ્માત સર્જારનારા તથ્ય પટેલ વિષે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે તથ્યનો જે જુનો વિડીયો જે વાયરલ થયો છે. તે રેસ્ટોરન્ટવાળાને બોલાવીને પણ તેની અરજી લઈને તાત્કાલિક એફઆરઆઈ દાખલ કરવામાં આવી છે. આ પ્રકારના કોઈ પણ કિસ્સામાં કોઈ પણ પ્રકારની છૂટ આપવામાં આવશે નહિ. સૌ પરિવારોને હું હાથ જોડીને વિનંતી કરું છું કે તમે તમારા બાળકોના મોજશોખ ઘર સુધી જ સમિતિ રાખો, જો રાજ્યના કોઈ પણ રોડને એ રેસિંગ ટ્રેક બનાવવાની કોશિશ કરશે તો એની પર સખ્ત કાર્યવાહી થશે જ, એ પછી એક બાળક હોય કે પછી એના પિતા હોય એમાં કોઈ પણ પ્રકારની છૂટ આપવામાં આવશે નહિ.