- દિલ્હી સરકારની કડક સુચના
- કુંભથી પરત ફરનારને આપી સુચના
- 14 દિવસ રહેવું પડશે હોમ ક્વોરેનટાઇન
દિલ્હી:કોરોનાનો કહેર સમગ્ર દેશમાં વર્તાઈ રહ્યો છે. દરરોજ કોરોનાના કેસ અને મૃત્યુઆંકમાં વધારો થતો જોવા મળે છે.ત્યારે કુંભના મેળામાં મોટા પ્રમાણમાં કોરોના સંક્રમણના કેસ નોંધાયા છે.જેને પગલે દિલ્હી આપદા પ્રબંધક પ્રાધિકરણએ કુંભની યાત્રા કરનારા લોકો માટે ખાસ માર્ગદર્શિકા જારી કરી છે.
DDMA તરફથી રાજધાની દિલ્હીના તમામ વાસીઓને આદેશ આપવામાં આવ્યો છે કે, જેઓ 4 એપ્રિલથી અત્યાર સુધી હરિદ્વારમાં કુંભની મુલાકાતે આવ્યા છે,તેમણે દિલ્હી સરકારની વેબસાઈટ પર પોતાની વિગતો અપલોડ કરવાની રહેશે.આ સાથે એવા લોકોને 14 દિવસ માટે હોમ ક્વોરેનટાઇન થવાના આદેશ પણ આપવામાં આવ્યા છે. જો કોઈ આ આદેશનું ઉલ્લંઘન કરે છે, તો તેમના સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
તો બીજી તરફ કુંભ મેળામાંથી ગુજરાત પરત ફરનાર લોકો માટે પોતાના શહેરો અને ગ્રામ્યમાં પ્રવેશતા પહેલા આરટી-પીસીઆર તપાસ કરાવવી જરૂરી છે.આ વાત શનિવારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહી હતી. દેશભરમાંથી લાખો લોકોએ કુંભમાં ભાગ લઇ રહ્યા છે.અને ઘણી સંખ્યામાં ત્યાં સાધુ-સંતો એકઠા થયા હતા.દેશમાં વધી રહેલા કોવિડ -19 કેસને ધ્યાનમાં રાખીને સમાજના વિવિધ વર્ગ દ્વારા તેની ટીકા કરવામાં આવી છે.
દેવાંશી