કોરોના વાયરસના વધતા જતા સંકટ વચ્ચે વૈષ્ણોદેવી મંદિરે ઉઠાવ્યા કડક પગલા , આ વસ્તુઓ પર લગાવી રોક
- વૈષ્ણો દેવી મંદિરે ઉઠાવ્યા કડક પગલા
- પ્રસાદ ચડાવવાની પરંપરા કરાઈ બંધ
- ભક્તોને તિલક લગાવવા પર લગાવી રોક
દિલ્હીઃ કોરોના વાયરસ ફરી એક વખત દેશભરમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે અને છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ 90 હજારથી વધુ કેસ નોંધાય છે. કોરોનાના વધતા જતા સંક્રમણ વચ્ચે માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડે કડક પગલા ભરવાનું નક્કી કર્યું છે
કોરોનાના ફેલાવાને જોતા માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડે માતા વૈષ્ણો દેવી તીર્થમાં પ્રસાદ ચડાવવાની પરંપરા બંધ કરી દીધી છે અને પૂજારીઓ દ્વારા ભક્તોને તિલક કરવા પર રોક લગાવવામાં આવી છે. જો કે,યાત્રા પર રોક લગાવવામાં આવી નથી. અને ભક્તો માતા વૈષ્ણો દેવીના દર્શન કરી શકે છે
સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોના વાયરસના 96,982 નવા કેસ નોંધાયા છે. અને 446 લોકોનાં મોત નિપજ્યા છે.ત્યારબાદ કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,26,86,049 થઇ છે. અને અત્યાર સુધીમાં 1,65,547 લોકોએ જીવ ગુમાવ્યો છે.
(દેવાંશી)