- કોરોનાનું સંકટ વધ્યું
- અનેક રાજ્યોમાં કડક પાબંધિઓ લગાવાઈ
- નવી ગાઈડલાઈન રજૂ કરવામાં આવી
- લોકોને ઘરમાં પણ માસ્ક પહેરવાની સલાહ
દિલ્હીઃ- દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે, કોરોનાની બીજી તરંગ ઝડપી બની રહી છે, વિતેલા દિવસે કોરોનાના 3 લાખ 50 હજારથી પણ વધુ કેસો સામે આવ્યા હતા, આ સાથે જ એક જ દિવસમાં 2 હજારથી વધુ લોકોએ કોરોનામાં જીવ ગુમાવ્યા.અનેક રાજ્યો હાલ કપરી સ્થિતિનો સામનો કરી રહ્યા છે,કેટલાક શહેરોમાં, ત્યારે આ સ્થિતિ વચ્ચે સરકારે લોકોને નવી સૂચનાઓ જારી કરી છે અને લોકોને ઘરમાં પણ માસ્ક પહેરવાનું જણાવ્યું છે. તે જ સમયે, ભારતમાં, સાત દિવસમાં પ્રથમ વખત, 22.49 લાખ કેસ નોંધાયા છે, જે અત્યાર સુધીની સૌથી ઝડપી ગતિ જોવા મળી છે.
પંજાબ, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશમાં કોરોના વધતા જતા કેસોને ધ્યાનમાં લઈને કડક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. તે જ સમયે, સરકારે લોકોને અપીલ કરી છે કે કોરોનાની હાલની પરિસ્થિતિથી ડરશો નહીં, બિનજરૂરી તણાવ વધુ જીવલેણ છે.
પંજાબઃ- વધતા જતા કોરોના વાયરસના કેસો વચ્ચે પંજાબ સરકારે સાંજે 6 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુની જાહેરાત કરી હતી. પંજાબ સરકારે સાંજે 5 વાગ્યા સુધીમાં દુકાનો બંધ રાખવાનો આદેશ આપ્યો હતો અને રાત્રિના કર્ફ્યુને બે કલાક વધાર્યો હતો, હવે આઠ વાગ્યાને બદલે છ વાગ્યે કર્ફ્યુ લગાવાશે.
કેરળઃ- સોમવારે સર્વપક્ષીય બેઠકમાં કેરળ સરકારે થિયેટરો, મોલ, જીમ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે, તેમજ રાજ્યને સંપૂર્ણ લોકડીઉન ન કરવાનો નિર્ણય કર્યો છે. સાપ્તાહિક પર વધુ કડક પ્રતિબંધો લાગૂ રહેશે. કેરળમાં દુકાનોને હવે સાંજે સાડા સાત વાગ્યા સુધી જ ચલાવવાની મંજૂરી આપવામાં આવશે.સોમવારે કેરેળમાં કોરોના વાયરસના 21 હજાર 890 નવા કેસો આવતા રાજ્યમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 14.27 લાખ થઈ ગઈ છે.
આંઘ્રપ્રદેશઃ-આંધ્રપ્રદેશ સરકારે સોમવારે રાજ્યમાં રમતગમત સંકુલ, જીમ, સ્વિમિંગ પૂલ અને સ્પા બંધ રાખવાના આદેશ આપ્યા છે. તે જ સમયે, તમામ જાહેર પરિવહન વાહનો અને થિયેટરો ફક્ત 50 ટકાની ક્ષમતા સાથે સંચાલિત કરવામાં આવશે.ઉપરાંત, કોઈ પણ મીટિંગમાં 50 થી વધુ લોકો ન હોવા જોઈએ. સભામાં સામેવ તે 50 લોકોએ પણ કોવિડ -19 ની માર્ગદર્શિકાઓનું પાલન કરવું પડશે જેમ કે માસ્ક પહેરવા અને શારીરિક અંતર જાળવવું.
સાહિન-