દિલ્હી લાલ કિલ્લા પર સ્વતંત્રતા પર્વને લઈને કડક સુરક્ષા બંદોબસ્ત – પ્રદેશમાં 25 હજાર જવાનો તૈનાત
- દિલ્હીમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો
- લા કિલ્લા પર આવતી કાલને લઈને તૈયારીઓ જોરશોરમાં
દિલ્હીઃ- સમગ્ર દેશ આઝાદીના 75મા પર્વની ઉજણી કરી રહ્યો છે ત્યારે આવતી કાલે પીએમ મોદી લાલ કિલ્લા પરથી દેશવાસીઓને સંબોધિત કરવાના છે ત્યારે સુરક્ષાને લઈને કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવી નથી, સમગ્ર દિલ્હીમાં હડારો સેનિકો આવતી કાલના ખાસ દિવસને લઈને તૈયાન કરવામાં આવ્યા છે.
વડાપ્રધાનના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને તેમની સુરક્ષામાં તૈનાત સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ એ લાલ કિલ્લાની આંતરિક સુરક્ષાની કમાન સંભાળી લીધી છે. સુરક્ષાને અભેદ્ય બનાવવા NSG કમાન્ડો અને અર્ધલશ્કરી દળોને પણ તૈનાત કરવામાં આવ્યા છે.પોલીસના જણાવ્યા અનુસાર, સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં લગભગ સાત હજાર મહેમાનો હાજરી આપશે. સ્મારકની આસપાસ દસ હજાર પોલીસકર્મીઓ તૈનાત રહેશે.
આ દિવસે હાઈ એલર્ટને ધ્યાનમાં રાખીને રાજધાનીમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. શંકાસ્રદોને ઓળખવા માટે ફેસ રેકગ્નિશન કેમેરા લગાવવામાં આવ્યા છે, લાલ કિલ્લા સહિત નજીકની ઈમારતોની છત પર સ્નાઈપર્સ તૈનાત કરવામાં આવ્યા છે.
રાજધાનીની સુરક્ષામાં 25 હજાર જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. ખાસ કરીને લાલ કિલ્લો અને તેની આસપાસના વિસ્તારને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે. મુજબ લાલ કિલ્લાની સુરક્ષાને અભેદ્ય બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
અહીં શકમંદોનો ડેટા ફેસ રેકગ્નિશન સિસ્ટમમાં દાખલ કરવામાં આવ્યો છે. એલર્ટ મળતાની સાથે જ સુરક્ષાકર્મીઓ શંકાસ્પદ વ્યક્તિને પોતાના સર્કલમાં લઈ જઈ તેની તપાસ કરશે. ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની ટીમો પણ દર થોડા કલાકે આ વિસ્તારની તપાસ કરી રહી છે.