1. Home
  2. ગુજરાતી
  3. ઉત્તરપ્રદેશમાં બકરી ઈદને લઈને મસ્જિદ અને ઈદગાહ પાસ કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો, ડ્રોન મારફત રખાશે ચાંપતી નજર
ઉત્તરપ્રદેશમાં બકરી ઈદને લઈને મસ્જિદ અને ઈદગાહ પાસ કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો, ડ્રોન મારફત રખાશે ચાંપતી નજર

ઉત્તરપ્રદેશમાં બકરી ઈદને લઈને મસ્જિદ અને ઈદગાહ પાસ કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો, ડ્રોન મારફત રખાશે ચાંપતી નજર

0
Social Share

લખનૌઃ- મુસ્લિમ બિરાદરોનો તહેવાર બકદી ઈદ દેશભરમાં ગુરુવારે મનાવાવમાં આવનાર છએ ત્યારે હવે ઈડને માત્ર 2 દિવસ બાકરી રહ્યા છએ જેને લઈને સમગ્ર ઉતત્રપ્રદેશના મુખ્ય શહેરોમાં સુરક્ષાને લઈને ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. જેથી કરીને માહોલ કોી કરાબ ન કરી શકે.

પ્રાપ્ત વિગત પ્રમાણે બકરી ઈદ પર પર 94 ઇદગાહ, 1210 મસ્જિદોની આસપાસ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. લખનૌ શહેરની વાત કરીએ તો શહેરન ચાર ઝોન અને 18 સેક્ટરમાં વહેંચાયેલું છે. તેમાંથી 64 અત્યંત સંવેદનશીલ સ્થળોની ઓળખ કરવામાં આવી છે. અહીં ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે.

શહેરના  ડીસીપી ખાસ આ સુરક્ષાની બાબતે પુરતી ધ્યાન આપી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ સંવેદનશીલ અને અતિસંવેદનશીલ સ્થળોએ પીએસી અને આરએએફ તૈનાત કરવામાં આવશે.

આ સહીત કોઈએ પ્રતિબંધિત પ્રાણીઓ અથવા ખુલ્લા અને જાહેર સ્થળોએ બલિદાન એટલે કે કુરબાની કરવાની સ્ખત મનાઈ  કરવામાં આવી છે આ સિવાય જો માંસના ટુકડા વગેરે ક્યાંય ફેંકવામાં આવશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પ્રાણીઓના અવશેષો મહાનગરપાલિકાના કચરા દાનમાં ફેંકવા  જમાવાયું છે.

આ સહીત વાંધાજનક પોસ્ટ મુકીને વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરનારની ધરપકડ કરી તેમની સામે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.આ ઉપરાંત એન્ટી સેબોટેજ, 74 મોબાઈલ ક્લસ્ટર, 50 ક્યુઆરટી અને પોલીસ કંટ્રોલ રૂમ 112ના વાહનો પેટ્રોલિંગ માટે તૈનાત કરવામાં આવ્યા છે.

ખાસ કરીને આઈશબાગ ઈદગાહ, ટીલા વલી મસ્જિદ અને બડે ઈમામબારા આસપાસ સીસી કેમેરા લગાવવામાં આવ્યા છે. નમાજના સ્થળો પર ડ્રોન દ્વારા નજર રાખવામાં આવશે. સાથે જ ઈન્ટરનેટ મીડિયા પર ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે. વાંધાજનક પોસ્ટ મુકીને વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરનારની ધરપકડ કરી તેમની સામે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code