Site icon Revoi.in

પીએમ મોદીની આજે જમ્મુ-કાશ્મીરની મુલાકાતને લઈને કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો

Social Share

 

દિલ્હીઃ આજરોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેનાર છે તેમની આ મુલાકાતને લઈને ખાસ તૈયારીઓ કરવામાં આવી ચૂકી છે, આ સાથે જ તેમની મુલાકાત પહેલા આતંકીઓ અને સુરક્ષાદળોની અથડામણ સર્જાય હતી જેમાં 4 આતંકીઓનો ખાતમો કરવામાં આવ્યો હતો જેથી અહીની સુરક્ષા વધારવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે  ઓગસ્ટ 2019માં કલમ 370 નાબૂદ થયા બાદ વડાપ્રધાનની જમ્મુ-કાશ્મીરની આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે. પીએમ મોદીએ રવિવારે સાંબામાં પલ્લી પંચાયતની મુલાકાત લીધી તેના એક દિવસ પહેલા શનિવારે જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા કડક કરવામાં આવી હતી. ત્યારે પીએમ મોદીના આગમનને લઈને અહી સમગ્ર વિસ્તારોમાં કડક સુરક્ષા ગોઠવવામાં આવી છે.

ઉલ્જલેખનીય છે કે મ્મુના સુંજવાન મિલિટરી કેમ્પ પાસે થયેલા એન્કાઉન્ટર બાદ કેન્દ્રશાસિત પ્રદેશમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.ડીજીપી દિલબાગ સિંહે એન્કાઉન્ટર સ્થળની મુલાકાત લીધા બાદ કહ્યું હતું કે બંને આતંકવાદીઓ પાકિસ્તાનની જૈશ-એ-મોહમ્મદની આત્મઘાતી ટુકડીનો ભાગ હતા અને તેમની ઘૂસણખોરી રવિવારના રોજ પંચાયતી રાજ દિવસ પર વડાપ્રધાન મોદીની જમ્મુ અને કાશ્મીરની મુલાકાતને અવરોધે તેવી શક્યતા છે. મોટું ષડયંત્ર હોઈ શકે છે.

આ ઘટનાને મામલે અધિકારીઓએ જણાવ્યું કે જમ્મુ શહેરથી 17 કિમી દૂર આવેલી પલ્લી પંચાયતને એક રીતે સીલ કરી દેવામાં આવી છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ  અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ સહિત સ્થાનિક પોલીસ અને અર્ધલશ્કરી દળના જવાનોને ચુસ્ત બંદોબસ્ત માટે તૈનાત કરવામાં આવ્યા છે.

વિતેલા દિવસને શનિવારે, સુરક્ષા દળો બારી બ્રાહ્મણથી પલ્લી ચોક સુધીના હાઈવે પર સમગ્ર પંથકમાં પેટ્રોલિંગ કરતા જોવા મળ્યા હતા, જેને વડા પ્રધાનના સ્વાગત માટે મોટા હોર્ડિંગ્સથી શણગારવામાં આવ્યા હતા. આતંકવાદીઓના હુમલાને અંજામ આપવાના કોઈપણ પ્રયાસને નિષ્ફળ બનાવવા માટે અન્ય સ્થળોએ સ્થળ, જિલ્લા મુખ્યાલય અને મહત્વપૂર્ણ સ્થાપનો તરફ દોરી જતા વિવિધ પોઈન્ટ પર વધારાની સંયુક્ત સુરક્ષા ચોકીઓની સ્થાપના કરવામાં આવી છે.