વર્લ્ડકપને લઈને અમવાબાદ સ્ટેડિયમમાં સખ્ત સુરક્ષાઃ ખાણી-પીણીની વસ્તુઓ સ્ટેડિયમમાં લઇ જવા પર પ્રતિબંધ
અમદાવાદઃ આજરોજ અમદાવાદ ખાતે નરેન્દ્ન મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપનો આરંભ થવા જઈ રહ્યો છે પ્રથમ મેચ ન્યુઝિલેન્ડ અને ઈન્ગલેન્ડ વચ્ચે રવામાં જઈ રહી છએ આ મેચને લઈને સ્ટેડિયમની સુરક્ષા પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે ,પ્રેક્ષકોની સંખ્યાને ધ્યાનમાં રાખીને ઘણા નિયમો પણ લાગૂ કરી દેવાયા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સ્ટેડિમમાં કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ ન સર્જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે જ શહેર પોલીસ કમિશનર દ્વારા વ્યવસ્થા પર પુરતું ધ્યાન અપાઈ રહ્યું છે.તો બીજી તરફ દર્શકો માટે પણ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.
જો ગાઈડ લાઈનની વાત કરીએ તો તેમાં મેચ જોવા સ્ટેડિયમમાં આવતા દર્શકો સ્ટે દેશનો ઝંડા લઈ જઈ શકશે પરંતુ સ્ટિક લઈ જકશે નહી આ સાથે જ ખાણી પીણીની કોઈ પણ પ્રકારની વસ્તુઓ અંદર લઈ જવા પર પણ પ્રતિબંઘ રાખવામાં આવ્યો છે. એટલે કે પાણીની બોટલ અને નાસ્તો લઈ જવા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે.
અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા કોઈપણ જગ્યાએ કચાશ ન રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે અને તે માટે એડિશનલ કમિશનરથી લઈને છેક હોમગાર્ડ સુધીનું આખું લેયર ગોઠવી દેવામાં આવ્યું છે.
આ સાથે જ મેટ્રો સ્ટેશનથી લઈને ગ્રાઉન્ડની ખુરશી સુધી દર્શકો પહોંચે ત્યાં સુધી કોઈપણ પ્રકારની ચૂક ન થાય તે ધ્યાન અપાઈ રહ્યું છે આ સહીત ખાસ VVIP માટેની તેમજ વિદેશી નાગરિકો માટે પણ સુરક્ષા-વ્યવસ્થા માટે સૂચના આપી દેવામાં આવી છે.
જો મેચ ને લઈને બંદોબસ્ત વિશે વાત કરીએ તો શહેરમાં આશરે 3 હજારથી ઉપરની પોલીસ ફોર્સ તેમજ 500 હોમગાર્ડ પણ હાજર રહેશે. આ સાથે અમુક ટ્રાફિક ડાયવર્ઝન કર્યા છેઆ સિવાય ખાણીપીણીની વસ્તુ કે પાણીની બોટલ લઈ જવા પર પ્રતિબંધ છે. લેઝર લાઈટ વગેરે પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.