Site icon Revoi.in

ઈન્ડોનેશિયામાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 7.9ની તીવ્રતા નોંધાઈ  

Social Share

દિલ્હી:ઈન્ડોનેશિયાના માલુકુમાં ભૂકંપ આવ્યો હતો.આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.9 માપવામાં આવી હતી.આ ભૂકંપની સાથે સુનામીની ચેતવણી પણ જારી કરવામાં આવી છે.

અગાઉ, દક્ષિણ પેસિફિક ક્ષેત્રમાં સ્થિત ટાપુ દેશ વનુઅતુમાં તીવ્ર ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રવિવારે રાત્રે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.0 માપવામાં આવી હતી.આ સાથે અધિકારીઓએ અહીં સુનામીનું એલર્ટ પણ જારી કર્યું હતું.

પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે જણાવ્યું કે વાનુઅતુના દરિયાકાંઠાની નજીક સુનામીનો ખતરો છે.પહેલીવાર એલર્ટ જારી કરાયા બાદ વાનુઅતુના કેટલાક લોકો ઊંચા સ્થળો પર ગયા હતા. સ્થાનિક લોકોએ જણાવ્યું કે ધરતીમાં જોરદાર આંચકો અનુભવાયો હતો.