Site icon Revoi.in

તાઇવાનમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા,બે વાર ધ્રૂજી ધરતી

Social Share

દિલ્હી: તાઈવાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 હતી. GFZ જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસના જણાવ્યા અનુસાર રવિવારે તાઇવાનમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે ભૂકંપનું કેન્દ્ર 10 કિમી (6.21 માઇલ) ની ઊંડાઇએ હતું. ભૂકંપના આંચકા અનુભવતાની સાથે જ લોકોમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું, કારણ કે આ જ સપ્તાહમાં ચીનમાં એક જોરદાર ભૂકંપ આવ્યો હતો જેમાં લગભગ 150 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

તાઈવાનના હવામાન વિભાગને ટાંકીને રવિવારે તાઈવાનના છૂટીછવાઈ વસ્તીવાળા પૂર્વી કિનારે 4.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. હવામાન વિભાગે કહ્યું કે આ ભૂકંપ જમીન પર ભાગ્યે જ અનુભવાયો હતો. આ ઓછી તીવ્રતાના ભૂકંપનું કેન્દ્ર તાઈવાનનું તાઈતુંગ કાઉન્ટી હતું, જ્યાં 16.5 કિમીની ઊંડાઈએ આંચકા અનુભવાયા હતા.

ગયા અઠવાડિયે ચીનની સરહદે આવેલા લદ્દાખમાં સોમવારે ભૂકંપ આવ્યો હતો. મળતી માહિતી મુજબ કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં સોમવારે 15 મિનિટની અંદર ત્રણ વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે,પ્રથમ આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.5 માપવામાં આવી હતી અને ત્યારબાદ ઓછી તીવ્રતાના બે આંચકા અનુભવાયા હતા.આ સિવાય જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં પણ હળવો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ભૂકંપનો પહેલો આંચકો બપોરે 3.48 કલાકે આવ્યો હતો અને તેનું કેન્દ્ર કારગિલ હતું. ભૂકંપનું કેન્દ્ર સપાટીથી 10 કિલોમીટર નીચે 33.41 ડિગ્રી અક્ષાંશ અને 76.70 ડિગ્રી રેખાંશ પર હતું. NCSએ જણાવ્યું કે આ પછી લગભગ 4.01 વાગ્યે 4.8 અને 3.8 ની તીવ્રતાના વધુ બે આંચકા અનુભવાયા. જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સાંજે 4.18 કલાકે 3.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર સપાટીથી 10 કિલોમીટરની ઉંડાઈએ હતું.