Site icon Revoi.in

લદ્દાખમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 4.8 ની તીવ્રતા નોંધાઈ  

Social Share

શ્રીનગર :લદ્દાખમાં આજે વહેલી સવારે લગભગ 4.19 વાગ્યે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.8 હતી. માહિતી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર અલ્ચી (લેહ) થી 189 કિમી ઉત્તરમાં હતું અને તેની ઊંડાઈ જમીનથી 10 કિમી નીચે હતી.હાલ ભૂકંપના કારણે જાનમાલના નુકસાનની કોઈ માહિતી નથી.

અગાઉ 7 સપ્ટેમ્બરે મિઝોરમના ચમ્ફાઈમાં બપોરે 12.50 વાગ્યે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા.સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.4 હતી. મળતી માહિતી મુજબ, ભૂકંપનું કેન્દ્ર ચમ્ફાઈના પૂર્વમાં પચાસ કિલોમીટર દૂર હતું અને તેની ઊંડાઈ જમીનથી 13 કિલોમીટર નીચે હતી.

આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે