દિલ્હી-NCRમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા,લાંબા સમય સુધી ધ્રૂજતી રહી ધરતી,જાણો કેટલી નોંધાઈ તીવ્રતા
- દિલ્હીમાં ભૂકંપના આંચકા
- બે વખત અનુભવાયા આંચકા
- લોકો ઘરની બહાર દોડી ગયા
દિલ્હી:રાજધાની દિલ્હી અને તેની આસપાસના રાષ્ટ્રીય ક્ષેત્રમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપના આંચકાના કારણે લાંબા સમય સુધી ધરતી ધ્રૂજતી રહી, ત્યારબાદ લોકો ઘર અને ઓફિસમાંથી બહાર નીકળીને ખુલ્લી જગ્યામાં આવી ગયા. ભૂકંપની તીવ્રતા એટલી જોરદાર હતી કે ઉત્તરાખંડના ખટીમા સુધી આંચકા અનુભવાયા હતા.
અડધા કલાકના અંતરાલ સાથે બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા એટલી જોરદાર હતી કે દિલ્હીથી લઈને ઉત્તરાખંડ સુધીના સમગ્ર ઉત્તર ભારતમાં ધરતી ધ્રૂજી ગઈ. ઉત્તરાખંડના ખટીમા પણ લોકોએ આંચકા અનુભવ્યા હતા.
ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં હોવાનું કહેવાય છે. નેશનલ સિસ્મોલોજી સેન્ટરના જણાવ્યા અનુસાર, બપોરે 2.25 વાગ્યે ત્યાં 4.6ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.તેના અડધો કલાક પછી, બપોરે 2.51 વાગ્યે, બીજો ભૂકંપ આવ્યો. જેની તીવ્રતા 6.2 હતી. આ ભૂકંપના કારણે લોકોને ઘરની બહાર દોડી જવાની ફરજ પડી હતી.
Earthquake of Magnitude:6.2, Occurred on 03-10-2023, 14:51:04 IST, Lat: 29.39 & Long: 81.23, Depth: 5 Km ,Location:Nepal for more information Download the BhooKamp App https://t.co/rBpZF2ctJG @ndmaindia @KirenRijiju @Indiametdept @Dr_Mishra1966 @Ravi_MoES pic.twitter.com/tOduckF0B9
— National Center for Seismology (@NCS_Earthquake) October 3, 2023
જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.