- જાપાનમાં ભૂકંપના જોરદાર આંચકા
- 6.2 ની તીવ્રતા નોંધાઈ
દિલ્હી : જાપાનમાં ફરી એકવાર ભૂકંપના સમાચાર સામે આવ્યા છે. જી હા! જાપાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. જાપાનમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 હતી. જાપાનમાં ભૂકંપ આવ્યા બાદ સુનામીનો ખતરો વધી જાય છે.
દેશભરમાં અનેક વખત ભૂકંપ આવવાની ઘટનાઓ બનતી જઈ રહી છે ત્યારે ભારત અને વિદેશોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાતા હોય છે ત્યારે મ્યાનમારમાં ગઈકાલે ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. રિકટર સ્કેલ પર તેની તીવ્રતા 4.2 નોંધાઈ હતી.
ચીનના યુનાન પ્રાંતમાં બુધવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, રિકટર સ્કેલ પર તેની તીવ્રતા 5.2 નોંધાઈ હતી.જોકે આ ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર સામે આવ્યા ન હતા.
જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.