રાજ્યમાં દરિયાઈ વિસ્તારમાં ભારે પવનની આગાહી – 2 દિવસ બાદથી માછીમારોને દરિયો ન ખેડવાની અપાઈ સૂચના
- રાજ્યમાં ભારે પવનની આગાહી
- માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ
અમદાવાદઃ- દેશભરમાં હવે ઠંડો પવન ફૂંકાવાની શરુસઆત થઈ ચૂકી છે, ત્યારે આવી સ્થિતિમાં ગુજરાતના દરિયા કાંઠાઓ પર પવન ફૂંકાવાની શક્યતાઓ સેવવામાં આવી છે. કારણ કે કેરળમાં ચાર દિવસ વહેલું નૈઋૃત્યના ચોમાસાનું ( આગમન થયુ છે તેની અસર દેશના બીજા રાજ્યો પર પડી રહી છે.
આ સાથે જ ગુજરાતમાં ચોમાસા માટે હજુ થોડી રાહ જોવી પડશે. રાજ્યમાં 20 જૂનની આસપાસ ચોમાસાનું આગમનની શક્યતાઓ સેવાઈ રહી છે. આ સ્થિતિ વચ્ચે હવામાન વિભાગ આગામી 48 કલાકમાં ચોમાસાની તારીખ નક્કી કરશે. તો બીજી બાજુ રાજ્યના દરિયાકાંઠે હવાની ઝડપ 50 કિ.મી. પ્રતિ કલાક રહી શકે છે. જેથી 1 જૂન સુદી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે.
હવામાન વિભાગે 1લી જૂન સુધી દરિયો ન ખેડવાની ચેતવણી જારી કરી છે.જેમાં ખાસકરીને દરિયા વિસ્તાર એવા કચ્છ, મુન્દ્રા, નવા કેડલા, જખૌ, નવલખી, જામનગર, ઓખા, સલાયા, પોરબંદર સહિતના દરિયામાં 40 થી 50 પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરાઈ છે. પવનની ઝડપ અસ્થાયી રૂપે 60 કિમિ પ્રતિ કલાક સુધી પહોંચી શકે તેવી પણ સંભાવના રહેલી છે.જેથી દરિયામાં માછીમારોને ન જવાની સલાહ અપાઈ હતી.
અમદાવાદમાં આજે 41 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 1 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. આગામી 3 દિવસમાં અમદાવાદમાં ગરમીનો પારો સાધારણ વધીને 42 ડિગ્રી થઇ શકે છે