અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કપરા કાળ દરમિયાન એસટી નિગમને ઘણી નુકશાની સહન કરવી પડી હતી. હવે એસટીને સારોએવો ટ્રાફિક મળવા લાગ્યો છે. પેટ્રોલ-ડીઝલ અને સીએનજીના ભાવમાં વધારા બાદ હવે ઘણાબધા લોકો પોતાના વાહનમાં જવું પરવડતું ન હોવાથી એસટીમાં મુસાફરી કરવા લાગ્યા છે. તહેવારો દરમિયાન તો એકસ્ટ્રા બસો દોડાવવામાં આવે છે. અમે મોટાભાગના રૂટ્સ હવે પ્રોફિટ કરવા લાગ્યા છે. એસ ટી નિગમે રક્ષાબંધન પર્વમાં કુલ રૂપિયા 48.97 લાખની આવક કરી હતી. તેમાં નિગમના 16માંથી રાજકોટ ડિવિઝને રૂપિયા 9.95 લાખની આવક સાથે પ્રથમ ક્રમે રહ્યું છે. જ્યારે છેલ્લા ક્રમે રૂપિયા 58 હજારના ખર્ચ સાથે ભરૂચ ડિવીઝન છેલ્લા ક્રમે રહ્યું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રક્ષાબંધન પર્વ નિમિત્તે એકસ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. જેને પરિણામે એસ ટી નિગમે રક્ષાબંધન દિવસની જ રૂપિયા 48.97 લાખની આવક કરી હતા. જેમાં એસ ટી નિગમના કુલ-16 ડિવિઝનની એક જ દિવસની આવકમાં જોઇએ તો સૌથી વધુ આવક સાથે રાજકોટ ડિવીઝન પ્રથમ ક્રમે રહ્યું છે. રાજકોટ ડિવિઝને કુલ 393 સિડ્યુલ દોડાવીને કુલ 176361 કિમી બસો દોડાવીને કુલ રૂપિયા 6432386ની આવક કરી હતી. જે પ્રતિ કિમી 36.47ના ભાવે થવા પામી છે. રાજકોટ ડિવિઝને કુલ 135202 મુસાફરોએ એસ ટી બસોની 1478 ટ્રીપનો ઉપયોગ કરતા કુલ-9.95 લાખની આવક કરી હતી. જ્યારે સૌથી ઓછી આવક ભરૂચ ડિવિઝનની રહેવા પામી છે. જેમાં કુલ-224 શિડ્યુલનું આયોજન કરીને 96161 કિમી બસો દોડાવતા પ્રતિ કિમી 27.40ના આવક સાથે કુલ 2634483ની આવક થવા પામી છે. એક જ દિવસમાં 77041 મુસાફરોએ લાભ લેતા ડિવીઝને કુલ-58000ની આવક કરી છે. ઉપરાંત અમદાવાદ ડિવિઝને 629 શિડ્યુલ દોડાવીને કુલ-272554 કિમી બસ દોડતા કુલ-10051852ની આવક થઇ છે. જે પ્રતિ કિમી 36.88 રૂપિયાના દરે કુલ રૂપિયા 7.14 લાખની આવક કરી છે. અમદાવાદ ડિવીઝને કુલ-1155 ટ્રીપો દોડાવી હતી.
એસ ટી નિગમની આવકમાં ટોપ ટેનમાં રાજકોટ, ભૂજ, હિંમતનગર, ભાવનગર, સુરત, મહેસાણા, જામનગર, પાલનપુર, નડિયાદ અને વડોદરા ડિવીઝનનો સમાવેશ થતો હોવાનું એસ ટી નિગમના કર્મચારીઓએ જણાવ્યું છે. રક્ષાબંધન સહિતના તહેવારોમાં એસટી વિભાગ વધારાની બસો દોડાવી આવક વધુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.