સુરતમાં રહેતા વિદ્યાર્થીએ વિદેશમાં ભણવાની ઈચ્છા પુરી ન થતા જીવનનો અંત કર્યો
- વિદેશમાં ભણવાનો વિદ્યાર્થીનો શોખ
- શોખએ લઈ લીધો જીવ
- અમેરિકામાં ભણવાની હતી ઈચ્છા
સુરત: ભારતમાંથી દર વર્ષે લાખોની સંખ્યામાં વિદ્યાર્થી વિદેશ ભણવા જતા હોય છે. કેનેડા અને અમેરિકા તો એમની પહેલી પસંદ હોય છે ત્યારે સુરતમાં એવું બન્યું કે એક વિદ્યાર્થીએ વિદેશમાં ભણવા ન મળતા પોતાના જીવનનો અંત કરી દીધો.
સુરતના નાના વરાછા ખાતે રહેતા યુવકે અમેરિકાની યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાની ઈચ્છા પૂર્ણ ન થતાં બુધવારે રાત્રિ દરમિયાન આપઘાત કરી લીધો હતો. ઘરમાં કોઈ હાજર નહોતું તે સમયે યુવકે સાડી બાંધીને ફાંસો ખાધો હતો. યુવક કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીમાં માસ્ટર ડિગ્રી કરવા માટે એડમિશન મેળવવા ઈચ્છતો હતો.
મળતી માહિતી મુજબ ત્રણ મહિના પહેલા એપ્લાય કર્યું હતું દિપકુમારે સુરતની ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં ફર્સ્ટ ક્લાસ ડિસ્ટિંક્શન સાથે બેચલર પુરૂ કર્યું હતું. ત્યાર બાદ વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં માસ્ટરનો અભ્યાસ શરૂ કર્યો હતો. જેમાં તેનું એક વર્ષ પૂર્ણ થયું હતું. ત્યાર બાદ બીજા વર્ષ માટે દિપકુમારે ત્રણ મહિના પહેલા અમેરિકાના કેલિફોર્નિયાની સ્ટેટ યુનિવર્સિટીમાં એડમિશન માટે એપ્લાય કર્યું હતુ. પરંતુ અમેરિકાની યુનિવર્સિટીમાં એડમિશન નહીં થાય તેવા દિપકુમારને ડર હતો જેના કારણે તે માનસીક તણાવમાં હતો.
એજ્યુકેશન એક્સપર્ટ આ બાબતે કહે છે કે આપણા દેશમાં વિદ્યાર્થીઓને વિદેશમાં ભણવાની ખુબ વધારે ઈચ્છા હોય છે અને તેના માટેની બજારમાં રેસ લાગતી હોય છે. પણ કોઈ પણ વિદ્યાર્થી દ્વારા આ પ્રકારે પગલું ભરવામાં આવે તે અવિશ્વસનીય છે.