Site icon Revoi.in

કેનેડાના વિઝામાં વિલંબથી વિદ્યાર્થીઓ પરેશાન,એમ્બેસીએ ગાઈડલાઈન જાહેર કરી કહી આ વાત

Social Share

દિલ્હી:ભારતમાંથી ભણવા માટે કેનેડા જતા વિદ્યાર્થીઓને વિઝામાં વિલંબના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.સપ્ટેમ્બરથી નવું સત્ર પણ શરૂ થઈ રહ્યું છે.જેના કારણે વિદ્યાર્થીઓ ભારે પરેશાન જોવા મળે છે.જો કે હવે ભારતીય દૂતાવાસ દ્વારા એક માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.ઓટાવામાં ભારતીય હાઈ કમિશને કેનેડિયન સત્તાવાળાઓને ભારતના વિદ્યાર્થીઓ માટે વિઝા અરજીઓની પ્રક્રિયા ઝડપી બનાવવા વિનંતી કરી છે.તેમણે ઓથોરિટીને એ પણ જણાવ્યું કે ભારતીય વિદ્યાર્થીઓએ ટ્યુશન ફી ચૂકવી દીધી છે.

ભારતીય હાઈ કમિશને જણાવ્યું હતું કે ઓટાવાના અધિકારીઓ અને ટોરોન્ટો અને વાનકુવરમાં કોન્સ્યુલેટ અભ્યાસ પરમિટ અરજી પ્રક્રિયા અંગે કેનેડિયન શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સિટીઓના સંપર્કમાં છે. તે જ સમયે, કેનેડિયન સંસ્થા પાસે એવા વિદ્યાર્થીઓને મદદ કરવાની યોજના છે કે જેમણે તેમની અભ્યાસ પરમિટ મેળવી નથી. જેના કારણે વિદ્યાર્થીઓને સપ્ટેમ્બરમાં શરૂ થતા નવા સેમેસ્ટર માટે કોલેજ સુધી પહોંચવામાં મદદ મળવાની છે.

હાઈ કમિશન દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે,“કેટલીક સંસ્થાઓ સેમેસ્ટરની શરૂઆતમાં કેનેડા ન પહોંચી શકતા વિદ્યાર્થીઓ માટે રિમોટ વિકલ્પ પ્રદાન કરશે, કારણ કે આ વિદ્યાર્થીઓને હજુ સુધી વિઝા મળ્યા નથી.જે કોર્સ માટે રિમોટનો વિકલ્પ આપવામાં આવી રહ્યો છે.તે જાણવા માટે વિદ્યાર્થીઓ તેમની સંસ્થાનો સંપર્ક કરી શકે છે.

તેમાં વધુમાં જણાવ્યું હતું કે, “વિઝા વિલંબને કારણે અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને IRCC વેબ ફોર્મ દ્વારા માહિતી અને અરજન્ટ પ્રોસેસિંગ માટે એક રિક્વેસ્ટ મોકલવા માટે કહેવામાં આવ્યું છે.” આ વેબ ફોર્મ અભ્યાસ પરમિટની અરજી માટે છે, જે પૂર્ણ થયા બાદ સબમિટ કરવામાં આવ્યું છે. પરંતુ સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ (SDS) સ્કીમ માટે હાલનો પ્રોસેસિંગ સમય ઓળંગી ગયો છે.’ કેનેડિયન સંસ્થાઓ તે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી રહી છે,જે પોતાનું એડમીશન પોસ્ટપોન કરવા માંગે છે.