Site icon Revoi.in

કેનેડાની ત્રણ ખાનગી કોલેજને તાળાં લાગતા ગુજરાતના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયાં

Social Share

અમદાવાદ: ગુજરાતના મોટાભાગના વિદ્યાર્થીઓમાં વિદેશમાં ભણીને ત્યાં જ સેટલ થવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. તેની ઘણાબધા વિદ્યાર્થીઓ કેનેડાની કોલેજોમાં પ્રવેશ મેળવતા હોય છે. કોનેડામાં અભ્યાસપૂર્ણ કર્યા બાદ નોકરી મળી જતી હોય તેમજ પીઆર પણ મળી જતું હોવાથી વિદ્યાર્થીઓ કેનેડા ભણવા જવાનું વધુ પસંદ કરી રહ્યા છે. પણ કેનેડાની કોલેજોમાં પ્રવેશ લેતા પહેલા કોલેજોનું રેટિંગ, કોલેજ ખાનગી છે કે સરકારી, વગેરે તપાસ કરવી જરૂરી છે. તાજેતરમાં કેનેડાની ત્રણ કોલેજને તાળાં લાગી જતા ગુજરાતના ઘણા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ગુજરાતના જ 150 વિદ્યાર્થીઓ  કેનેડામાં ભણતા હતા, એ કોલેજ બંધ થઇ ગઈ છે. આજ કોલેજમાં ભારતના 2500 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ કેનેડામાં પ્રાઇવેટ યુનિવર્સિટીનો દરજ્જો ધરાવતી કોલેજોએ નાદારી નોંધાવી છે. ગુજરાતના અનેક શહેરના વિદ્યાર્થીઓ આ ત્રણ કોલેજમાં અભ્યાસ કરતા હતા. તેની સામે કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓએ હાથમાં પોસ્ટર લઇને ન્યાયની માગી કરી રહ્યા છે. કેનેડામાં ‘WE NEED ANSWERS’ લખેલા પોસ્ટર સાથે વિદ્યાર્થીઓ રોડ પર ઉતરીને વિરોધ કર્યો હતો. કેનેડાના કયુબેક પ્રાંતમાં ગુજરાતના 150 સહિત ભારતના 2500 વિદ્યાર્થીઓ ભણતા હતા એવી 3 કોલેજો અચાનક બંધ થઈ ગઈ છે. લાખો રૂપિયા ખર્ચીને અને ખાસ્સી મહેનત કરીને કેનેડા ભણવા ગયેલા વિદ્યાર્થીઓ લટકી પડ્યા છે. આ કોલેજો આમ તો પ્રાઈવેટ યુનિવર્સિટીનો દરજ્જો ધરાવે છે. હવે આ કોલેજોએ કેનેડાની કોર્ટમાં નાદારી માટે અરજી કરીને પોતાની ભણતરની દુકાન બંધ કરી દીધી છે. આ કોલેજોમાં ગુજરાતના અનેક શહેરોના વિદ્યાર્થીઓએ એડમિશન લીધું હતું. એ વિદ્યાર્થીઓ અને અન્ય સ્થાનિક સ્ટુડન્ટ્સે પ્રદર્શન કરવું પડે એવી સ્થિતિ આવી પડી છે. વિદ્યાર્થીઓ કેનેડાના ઠંડાગાર વાતાવરણમાં બર્ફીલી ભૂમિ પર ઉભા રહીને હાથમાં પોસ્ટર લઈ પ્રદર્શન કરી રહ્યા છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, કેનેડાના ક્યુબેક પ્રાંતના મોન્ટ્રિયલ શહેરમાં આવેલી આ કોલેજ-યુનિવર્સિટીઓએ પહેલા તો નવેમ્બર 2021માં શિયાળુ વેકેશનની જાહેરાત કરી હતી. આપણે ઉનાળું વેકેશન હોય એમ કેનેડામાં અત્યંત આકરી ઠંડી પડતી હોવાથી શિયાળુ વેકેશનની પણ પ્રથા છે. એ પછી જાન્યુઆરી 2022માં કોલેજે જાહેરાત કરી કે વિદ્યાર્થીઓ બાકીની ફી ચૂકવી આપે. એ ફીની રકમ 10થી લઈને 20 લાખ સુધીની થાય છે. એ પછી કોલેજ અચાનક બંધ કરી દેવાઈ છે. બંધ કરવા માટે પોતાની આર્થિક સ્થિતિ નબળી છે એવુ કારણ કોલેજોએ આપ્યું છે અને એ માટે નાદારીની અરજી પણ કરી છે.

કેનેડામાં ગુજરાતી  વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે કે, એડમિશન લેતાં પહેલાં કોઇપણ કોલેજનો ઇતિહાસ તપાસવો હવે જરૂરી છે. કેનેડાના કયુબેક પ્રાંતના મોન્ટ્રિયલની ત્રણ કોલેજ સીસીએસકયુ, કોલેજ ઓફ એલસ્ટાયર અને એમ કોલેજને તાળા વાગ્યા છે. વિદ્યાર્થીઓ કેનેડામાં ટોરન્ટો,આલ્બર્ટાના કેલગરી અને એડમોન્ટન, સાસ્કાચેવન, રેજીના જેવા શહેરોમાં વધુ જાય છે. બ્રિટિશ કોલંબિયા, વાનકુવરમાં પંજાબી વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે.