1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડોદરાની M S યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને હવે દિવાળી બાદ માર્કશીટ મળશે
વડોદરાની M S યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને હવે દિવાળી બાદ માર્કશીટ મળશે

વડોદરાની M S યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને હવે દિવાળી બાદ માર્કશીટ મળશે

0
Social Share
  • યુનિનો પરીક્ષા વિભાગ કૂલપતિના આદેશને પણ માનતા નથી,
  • હજારો વિદ્યાર્થીઓ માર્કશીટથી વંચિત,
  • રજુઆત બાદ યુનિએ માર્કશીટ પ્રિન્ટ કરાવવાનું નક્કી કર્યુ

વડોદરાઃ શહેરની એમ.એસ.યુનિવર્સિટીમાં હજારો વિદ્યાર્થીઓને મે-જૂનમાં લેવાયેલી પરીક્ષાની માર્કશીટ માટે  દિવાળી વેકેશન બાદ મળશે તેમ લાગી રહ્યું છે. યુનિવર્સિટીના કૂલપતિએ વિદ્યાર્થીઓને વહેલી તકે માર્કશીટ મળે તે માટે પરીક્ષા વિભાગને સુચના આપી દીધી છે. પણ કેટલીક માર્કશીટ પ્રિન્ટ કરવાની બાકી હોવાથી વિલંબ થઈ રહ્યો છે.

એમ એસ યુનિવર્સિટીમાં તા.28 ઓકટોબરથી દિવાળી વેકેશનનો પ્રારભ થશે. એ પહેલા તા.27 ઓકટોબરે રવિવારની રજા છે. આમ વેકેશન શરું થવાના આડે એક દિવસ જ બાકી છે અને બીજી તરફ માર્કશીટ વિતરણના ઠેકાણા નથી. યુનિવર્સિટીની ભાગ્યે જ કોઈ ફેકલ્ટીમાં માર્કશીટનું વિતરણ શરું થયું છે.  યુનિવર્સિટીના હજારો વિદ્યાર્થીઓ માર્કશીટથી વંચિત હોવાની ફરિયાદો ઊઠ્યા બાદ એક મહિના પહેલા યોજાયેલી ફેકલ્ટી ડીનની બેઠકમાં વાઈસ ચાન્સેલરે તમામનો ઉધડો લીધો હતો. તે સમયે 25000 માર્કશીટનું પ્રિન્ટિંગ થઈ ગયું હતું અને બીજી 15000 જેટલી માર્કશીટનું પ્રિન્ટિંગ બાકી હતું. આથી વાઈસ ચાન્સેલરે એક સપ્તાહમાં પ્રિન્ટ થયેલી માર્કશીટનું વિતરણ શરું કરી દેવાનો આદેશ આપ્યો હતો અને બાકીની માર્કશીટનું પ્રિન્ટિંગ વહેલી તકે પુરું કરવા માટે કહ્યું હતું. પરીક્ષા વિભાગના સૂત્રોનું કહેવું છે કે, 90 ટકા માર્કશીટો ફેકલ્ટીઓમાં પહોંચાડી દેવામાં આવી છે. બીજી તરફ વિદ્યાર્થીઓ સુધી હજી માર્કશીટો પહોંચી નથી. નાની ફેકલ્ટીઓને બાદ કરતા મોટાભાગના વિદ્યાર્થીઓની માર્કશીટનું વિતરણ હજુ શરું જ નથી કરાયું અને હવે 21 દિવસના દિવાળી વેકેશન બાદ જ માર્કશીટ વિદ્યાર્થીઓને મળે તેવી શક્યતા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code