Site icon Revoi.in

રાજકોટમાં વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત, શિક્ષણ વિભાગ અને આરટીઓ દોડતું થયુ

Social Share

રાજકોટ: શહેરમાં કોરોનાવાયરસના સંક્રમણમાં વિદ્યાર્થીઓ આવ્યા છે. સ્કૂલમાં જતા કેટલાક વિદ્યાર્થીઓ કોરોનાવાયરસથી સંક્રમિત જોવા મળતા શિક્ષણ વિભાગ અને આરટીઓની ટીમ એલર્ટ મોડ પર આવી ગઈ છે અને એક્શન લઈ રહી છે. જાણકારી અનુસાર રાજકોટમાં દિવાળીના તહેવાર બાદ કોરોના કેસમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે.

બાળકો અને શિક્ષકોમાં કોરોના ફેલાઈ રહ્યો છે. રાજકોટમાં શાળાના 4 વિદ્યાર્થી કોરોના સંક્રમિત થતા કલેકટરે શિક્ષણ વિભાગ અને RTO ને દોડતું કર્યું છે. રાજકોટ RTO દ્વારા 10 જેટલી સ્કૂલ વાનને અટકાવી હતી. અને નિયમ વિરુદ્ધ વિદ્યાર્થી બેસાડતા કાર્યવાહી કરી છે. શિક્ષણ વિભાગ દ્વારા સવારથી શાળામાં ચેકીંગ શરૂ કરવામાં આવ્યું હતું. શાળામાં કોવિડ નિયમના પાલનને લઈ અલગ અલગ અધિકારીઓ દ્વારા શાળામાં ચેકીંગ શરૂ કર્યું હતું. ચેકિંગ માટે DEO દ્વારા 6 ટિમો બનાવી શાળામાં ચેકીંગ શરૂ કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે દેશના મોટાભાગના રાજ્યોમાં કોરોનાવાયરસના નવા વેરિયન્ટ એટલે કે ઓમિક્રોનનો ખતરો જોવા મળી રહ્યો છે. ઓમિક્રોનને લઈને તંત્ર તથા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તો સતર્ક છે પણ સાથે લોકોએ પણ સાવધાન રહેવાની જરૂર છે.