Site icon Revoi.in

ગુજરાતમાં શિક્ષક માટે ટેટ-2ની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ 21મીથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે

Social Share

ગાંધીનગર:  શાળાઓમાં શિક્ષક બનવા માટે  વિદ્યાર્થીઓ ટેટ-1 અને ટેટ-2ની તૈયારીઓ કરી રહ્યા છે. જેમાં વિદ્યાર્થીઓએ ટેટ-2 માટે રજિસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાની જાહેરાત કરવામાં આવી છે. 21/10 થી 5/12 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. ઓનલાઈન ફી ભરવાનો સમય 21/10થી 6/12 સુધીનો છે. ત્યારબાદ 7/12થી 12/12 સુધી લેટ ફી ભરી શકાશે. પરીક્ષાના ફેબ્રુઆરી કે માર્ચ 2023 માં લેવામાં આવે તેવી શક્યતા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  થોડા દિવસ પહેલા TET-1 અને TET-2 પરીક્ષા યોજવા અંગે શિક્ષણ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. ટેટ-1 અને 2ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. શિક્ષક બનવા ટેટ-ટાટ પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે, અને તેના મેરીટના આધારે જ વિદ્યાસહાયક કે શિક્ષણ સહાયક માટે ભરતી કરવામાં આવે છે. વર્ષ 2018 બાદ ટેટ કે ટાટની પરીક્ષા લેવામાં આવી નથી.

શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ તાજેતરમાં જ   ટેટ-1 અને 2 પરીક્ષાને લઈને મહત્વની જાહેરાત કરી હતી.  રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ અંગે ટૂંક સમયમાં જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ટેટ-2નું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ધોરણ 1થી 5માં શિક્ષક થવાની પરીક્ષા એટલે કે ટેટ-1 અને ધોરણ 6થી 8માં શિક્ષક થવાની પરીક્ષા એટલે કે ટેટ-2ના ફોર્મ ભરાવવાની શરૂઆત 21 ઓક્ટોબરથી થશે. ટેટ-1 અને 2ની પરીક્ષાને માટે ઉમેદવારોની લાગણી અને માગણી હતી.

અત્રે ઉલ્લેખનિય છે. કે,  માર્ચ 2018માં ટેટ-1ની પરીક્ષા લેવાઈ હતી. ટેટ-2ની પરીક્ષા ઓગસ્ટ-2017માં લેવાઈ હતી. વર્ષ 2018ની ટેટ-1ની પરીક્ષામાં 75 હજાર ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. વર્ષ 2017માં લેવાયેલી ટેટ-2ની પરીક્ષામાં 2,15,000 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.(file photo)