અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં PHD માટે એડમિશન પ્રકિયા જાહેર કરવામાં આવી છે, જેમાં PHD પ્રવેશ માટેની પરીક્ષા 21 ઓક્ટોબરે યોજવાની છે, જ્યારે નેશનલ એલિજીબિલિટી ટેસ્ટ પણ 17 ઓક્ટોબરથી 25 ઓક્ટોબર સુધી યોજાશે, ત્યારે વિદ્યાર્થીઓએ બંને પરીક્ષા એક સાથે ના આપી શકે જેથી PHDમાં પ્રવેશ માટેની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવા યુથ કોંગ્રેસે માંગણી કરી છે.
ગુજરાત યુનિવર્સિટી દ્વારા પીએચડીમાં પ્રવેશ માટેની પરીક્ષા આગામી તા. 21મી ઓક્ટોમ્બર નક્કી કરવામાં આવી છે. જ્યારે નેશનલ એલિજીબિલિટી ટેસ્ટ-NATની પરીક્ષા પણ 21મી ઓક્ટોમ્બરથી યોજાવાની છે. એટલે બન્ને પરીક્ષા એકજ દિવસે હોવાથી ઘણા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. યુથ કોંગ્રેસ દ્વારા ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને એવી રજૂઆત કરવામાં આવી હતી કે, PHDના પ્રવેશ માટેની પરીક્ષા 21 ઓક્ટોબરે યોજાવવાની છે અને સાથે જ NATના વિવિધ વિષયોની પરીક્ષા પણ 21 ઓક્ટોબરથી સુધી યોજાવવાની છે, ત્યારે બંને પરીક્ષા આપવા ઈચ્છતા વિદ્યાર્થીઓને એક પરીક્ષા છોડવી પડશે. પરંતુ વિદ્યાર્થીઓને તેમ ના કરવું પડે માટે PHDની પરીક્ષાની તારીખ આગળ લઈ જવામાં આવે. દરમિયાન NSUIએ માંગણી કરી છે કે, કોરોના કાળમાં જે વિદ્યાર્થીઓએ પોતાના ઘરમાંથી મુખ્ય આધાર ખોયો હોય તેવા ગુજરાત યુનિવર્સિટીના અભ્યાસ કરતા કે અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓની સંપૂર્ણ ફી માફ આપવી જેનાથી આગળ ભણવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળશે.