Site icon Revoi.in

યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓ હવે રશિયામાં પુરો કરી શકશે પોતાનો આગળનો આભ્યાસ

Social Share

દિલ્હીઃ- રશિયાએ યુક્રેન પર જયારે હુમલાો કરવાના શરુવકર્યા ત્યારે યુક્રેનમાં મેડિકલ અભ્યાસ કરવા ગયેલા વિદ્યાર્થીઓને ભારત પરત લાવવામાં આવ્યા હતા જો કે અધ વચ્ચે અભ્યાસ છોડીને આવેલા વિદ્યાર્થીઓનો અભ્યાસ પૂર્મ કરવાને લઈને ચિંતા વધી હતી .ત્યારે હવે યુક્રેનથી પરત ફલેરા વિદ્યાર્થીઓ રશઇયામાં પોતાનો અભ્સાય પુરો કરી શકશે.

પ્રાપ્ત વિહત પ્રમાણે ચેન્નાઈમાં રશિયાના મહા વાણિજય દૂતાવાસ ઓલેગ અવદીયે જણઆવ્યું છે કે યુક્રેન છોડીને આવેલા ભારતના વિદ્યાર્થીઓ રશિયામાં પોતાનો અભ્યાસ પુરો કરી શકે છે.તેમણે અઘુરો અભ્યાસ મૂકીને આવેલા વિદ્યાર્થીઓને પોતાના દેશમાં અભ્સાય પુરો કરવા માટે જણાવ્યું હતું.કારણ કે રશિયાનો મેડિકલ સિલેબસ પણ યુક્રેન જેવો જ  સમાન જોવા મળે છે. આ વિદ્યાર્થીઓ ત્યાંની સ્થાનિક ભાષા પણ જાણે છે, કારણ કે યુક્રેનમાં મોટાભાગના લોકો રશિયન જ બોલે છે. આ વિદ્યાર્થીઓનું રશિયામાં સ્વાગત કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે અનેક નિયમોના કારણે તેમને ન તો ભારતમાં પ્રવેશ મળી રહ્યો છે અને ન તો તેઓ યુક્રેન પરત ફરી શકતા હતા. પરંતુ હવે તેમના માટે મોટી રાહત મળી છે કે આ વિદ્યાર્થીઓ રશિયા જઈને પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શકે છે.

ભારતમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ મેડિકલ એજ્યુકેશન માટે યુક્રેન જાય છે. કારણ- યુક્રેનમાં મેડિકલ અભ્યાસ સસ્તો છે અને ભારત કરતાં પ્રવેશ સરળ છે. જ્યારે દેશમાં દવામાં પ્રવેશ માટે NEET પરીક્ષા સારા સ્કોર સાથે પાસ કરવી જરૂરી છે. આ પરીક્ષાનું સ્તર પણ ઘણું અઘરું છે.જેને લઈને ત્યાથી પરત આવેલા વિદ્યાર્થીઓ ભઆરતમાં પ્રવેશ મેળવી શકતા નથી.