1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ધોરણ.12માં ભણતા વિદ્યાર્થીઓ તૈયાર થઈ જાઓ, મોકૂફ રાખેલી પ્રેક્ટિકલ પરીક્ષાની તારીખ જાહેર
ધોરણ.12માં ભણતા વિદ્યાર્થીઓ તૈયાર થઈ જાઓ, મોકૂફ રાખેલી પ્રેક્ટિકલ પરીક્ષાની તારીખ જાહેર

ધોરણ.12માં ભણતા વિદ્યાર્થીઓ તૈયાર થઈ જાઓ, મોકૂફ રાખેલી પ્રેક્ટિકલ પરીક્ષાની તારીખ જાહેર

0
Social Share
  • ધોરણ-12ની મોકૂફ રાખેલી પરીક્ષાની તારીખ જાહેર
  • પ્રેક્ટિકલ પરીક્ષાઓ હવે લેવામાં આવશે
  • કોરોનાને લઈને મોકૂર રાખવામાં આવી હતી પરીક્ષા

દિલ્હી : કોરોના વાયરસનું સંક્રમણ ઓછું થતા દેશમાં હવે તમામ પ્રવૃતિઓને સામાન્ય કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. શૈક્ષણિક સંસ્થાઓ અને અન્ય કોચિંગ ઈન્સ્ટિટ્યુટ પણ સામાન્ય રીતે શરૂ થઈ જાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે ધોરણ 12 સાયન્સના રિપીટર વિદ્યાર્થીઓ માટે હવે 28થી 30 જુલાઈ સુધી પ્રેક્ટિકલ પરીક્ષા લેવાશે.

કોરોનાને લીધે સરકારના આદેશથી 19 માર્ચથી રાજ્યના અમદાવાદ સહિતના આઠ કોર્પોરેશન શહેરોમાં સ્કૂલો કોલેજો બંધ કરાઈ હતી અને જેના પગલે 30 માર્ચથી બોર્ડે ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે લેવાનારી ફિઝિક્સ,કેમિસ્ટ્રી અને બાયોલોજી વિષયની પ્રેક્ટિકલ પરીક્ષા આઠ શહેરોમાં મોકુફ કરી દેવાઈ હતી.

સરકારે નિયમિત વિદ્યાર્થીઓની મુખ્ય બોર્ડ પરીક્ષા રદ કરી દીધી છે. જેથી હવે નિયમિત વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પરીક્ષા પણ થનાર નથી અને આ વિદ્યાર્થીઓને નિશ્ચિત ફોર્મ્યુલા મુજબ પરિણામ મળશે. પરંતુ રીપિટર વિદ્યાર્થીઓ માટે મુખ્ય થીયરી બોર્ડ પરીક્ષા 15 જુલાઈથી લેવામા આવનાર છે અને હવે આઠ શહેરોના રીપિટર વિદ્યાર્થીઓ માટે પ્રેક્ટિકલ પરીક્ષા પણ જાહેર કરી દેવાઈ છે. જે 28થી 30 જુલાઈ સુધી લેવાશે.

જો કે નવા શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને તેની જાહેરાત કરી છે કે NEET (UG) 2021ની પરીક્ષા આગામી 12 સપ્ટેમ્બરે દેશભરમાં NEET (UG) 2021ની પરીક્ષાઓ યોજાશે. કોરોના ગાઈડલાઇનના સંપૂર્ણ પાલન સાથે પરીક્ષાઓ યોજાશે અને પરીક્ષા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા માટે 198 શહેરોમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવશે.

વર્ષ 2020માં 155 શહેરોમાં આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વખતે કોરોનાના કારણે પરીક્ષા કેંદ્રોની સંખ્યાને પણ વધારવામાં આવી છે. કોવિડ19ના પ્રોટોકોલનું પાલન કરવા માટે તમામ ઉમેદવારોને પરીક્ષા કેંદ્ર પર માસ્ક આપવામાં આવશે. તેમની એન્ટ્રી અને એક્ઝિટ દરમિયાન કૉન્ટેક્ટલેસ રજિસ્ટ્રેશન, પ્રોપર સેનિટાઈજેશન અને સોશિયલ ડિસ્ટન્સિંગ અનુસાર સીટિંગ પ્લાન બનાવાયો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code