Site icon Revoi.in

કર્ણાટકની કોલેજમાં હિજાબ પહેરીને આવેલી વિદ્યાર્થીનીઓને પરિક્ષામાં બેસતા અટકાવાઈ, પરિક્ષા આપ્યા વિના પરત ફરવું પડ્યું

Social Share

કર્ણાટકમાં હિજાબ વિવાદ ઘણો વકર્યો હતો ત્યારે ફરી એક વખત કર્ણાટકમાં હિજાબને લઈને વિદ્યાર્થીઓને પરિક્ષા ન આપવા દેવાની ઘટના સામે આવી છે, પ્રાપ્ત માહિતી પ્રમાણે કર્ણાટકના ઉડુપીમાં બે વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરીને પરીક્ષા આપવા પર રોક લગાવવામાં આવી હતી. આ પછી બંને વિદ્યાર્થીનીઓને કોલેજમાંથી ઘરે પરત  મોકલી દેવામાં આવી હતી

આ બે વિદ્યાર્થીનીઓ એ છે કે જેણે હિજાબ સામે અરજી દાખલ કરી હતી અને આજરોજ હિજાબ પહેરીને પરીક્ષા આપવા આવી હતી જો કે તેઓને પરિક્ષા આપવા દેવામાં આવી ન હતી, ત્યારબાદ તેઓ કોલેજમાંથી પરત ફર્યા હતા.આ બંને વિદ્યાર્થીનીઓએ ક્લાસમાં હિજાબ પહેરવાની પરવાનગી માટે અરજી કરી છે. આજે પણ તેણે હિજાબ પહેરીને 12માની બોર્ડની પરીક્ષામાં બેસવાની પરવાનગી માંગી હતી, ત્યારબાદ બંને વિદ્યાર્થીનીઓ પરીક્ષા કેન્દ્રની બહાર નીકળી ગઈ હતી.

આ બન્ને યુવતીઓના નામ આલિયા અસદી અને રેશમ છે જેઓ ઉડુપીની વિદ્યોદય પીયુ કોલેજમાં પરીક્ષા આપવા માટે તેમની હોલ ટિકિટ સાથે હિજાબ પહેરીને પરીક્ષા આપવા આવી પહોંચી હકી. તેણે નિરીક્ષકો અને કોલેજના પ્રિન્સિપાલને લગભગ 45 મિનિટ સુધી વિનંતી કરી, પરંતુ અદાલતના આદેશે રાજ્ય સરકારના પ્રતિબંધને સમર્થન આપ્યા પછી આખરે આ પરવાનગી નકારી હતી,ત્યારબાદ બંને વિદ્યાર્થીનીઓ પરીક્ષા આપ્યા વિના જ શાંતિથી પરિસરમાંથી બહાર નીકળી ગઈ હતી.

હિજાબ પ્રતિબંધ સામેની લડાઈમાં મોખરે રહેલા મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઈએ આજે ​​નવેસરથી અપીલ કરી હતી કે અમારું ભવિષ્ય બરબાદ થતું અટકાવવાની તમારી પાસે હજુ પણ તક છે. અપીલમાં, રાજ્ય-સ્તરની કરાટે ચેમ્પિયન આલિયા અસદીએ જણાવ્યું હતું કે હિજાબ અથવા હેડસ્કાર્ફ પરના પ્રતિબંધથી ઘણી વિદ્યાર્થિનીઓને અસર થશે જેઓ આ મહિનાના અંતમાં યોજાનારી પ્રી-યુનિવર્સિટી પરીક્ષામાં બેસવા માંગે છે. આલિયા અસદી એ અરજીકર્તાઓમાંની એક છે જેણે રાજ્યના હિજાબ પ્રતિબંધ સામે કોર્ટનો સંપર્ક કર્યો છે.