અમદાવાદઃ ગુજરાતમાં તબીબી વિદ્યાશાખામાં હાલ પ્રવેશની કામગીરી ચાલી રહી છે. જેમાં મેડિકલ-ડેન્ટલની પ્રથમ રાઉન્ડની પ્રવેશ કાર્યવાહીમાં કુલ 6919 બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાયો હતો. જે વિદ્યાર્થીઓને મેરિટ અનુસાર સીટ એલોટમેન્ટ કરાયું છે, તેવા વિદ્યાર્થીઓ આગામી તા. 9 ઓગસ્ટ સુધીમાં હેલ્પ સેન્ટર પર ફી ભરી રિપોર્ટિંગ કરાવી શકશે. 5849 વિદ્યાર્થીને મેડિકલમાં જ્યારે 1070 વિદ્યાર્થીને ડેન્ટલમાં પ્રવેશ ફાળવાયો છે. અત્યાર સુધીમાં કુલ 560 વિદ્યાર્થીએ ટ્યુશન ફી ભરી હેલ્પ સેન્ટર ખાતે રિપોર્ટિંગ કરાવ્યું છે. પ્રવેશ કન્ફર્મ કરાવનારા વિદ્યાર્થીઓ ઓલ ઇન્ડિયા ક્વોટાની બેઠકોની જેમ ત્રણ રાઉન્ડ સુધી પ્રવેશ કાર્યવાહીમાં ભાગ લઈ શકશે.
પ્રવેશ સમિતિના સૂત્રોએ જણાવ્યું હતું કે, મેડિકલ અને ડેન્ટલની વિદ્યાશાખાઓમાં પ્રવેશ માટે પ્રથમ રાઉન્ડની પ્રવેશ કાર્યવાહીમાં એમબીબીએસની પીડબ્લ્યુડી ક્વોટાની 25 ટકા બેઠકો તથા એનઆરઆઈ ક્વોટાની 699 બેઠકો નોન એલોટેડ રહી છે. તે હવે પછીના રાઉન્ડમાં ભરવામાં આવશે. જ્યારે બીડીએસની પીડબ્લ્યુડી ક્વોટાની 11 બેઠકો જ્યારે એનઆરઆઈ ક્વોટાની 138 બેઠકો એલોટેડ રહી છે. આ બેઠકો હવે પછીના રાઉન્ડમાં પ્રવેશ સમિતિના નિયમો મુજબ ભરાશે. મેડિકલ-ડેન્ટલની પ્રથમ રાઉન્ડની પ્રવેશ કાર્યવાહીમાં કુલ 6919 બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાયો હતો. જે વિદ્યાર્થીઓને મેરિટ અનુસાર સીટ એલોટમેન્ટ કરાયું છે, તેવા વિદ્યાર્થીઓ આગામી તા. 9 ઓગસ્ટ સુધીમાં હેલ્પ સેન્ટર પર ફી ભરી રિપોર્ટિંગ કરાવી શકશે. 5849 વિદ્યાર્થીને મેડિકલમાં જ્યારે 1070 વિદ્યાર્થીને ડેન્ટલમાં પ્રવેશ ફાળવાયો છે. વિદ્યાર્થીઓ 8 ઓગસ્ટ સુધીમાં ફીની ઓનલાઇન ચુકવણી કરી શકશે. જ્યારે હેલ્પ સેન્ટર પર રિપોર્ટિંગ, અસલ પ્રમાણપત્રો 9 ઓગસ્ટે સાંજે 4 વાગ્યા સુધીમાં જમા કરાવી શકાશે. 31 હેલ્પ સેન્ટરની કામગીરીનો સમય સવારે 10થી સાંજે 4 સુધીનો રહેશે. એચડીએફસીની નિય શાખામાં વર્કિંગ અવર્સમાં ફી ભરી શકાશે.