Site icon Revoi.in

ધોરણ 9 અને 11માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પખવાડિયામાં ફરી પરીક્ષા લેવાશે

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં આ વર્ષથી નવી શિક્ષણ નીતિનો અમલ શરૂ થઈ ગયો છે. દરમિયાન વર્ગ બઢતીના વિયમો પણ લાગુ કરી દેવામાં આવ્યા છે. જેમાં ધોરણ 9 અને 11માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પખવાડિયામાં પુનઃ પરીક્ષા લેવામાં આવશે. એટલે જે વિદ્યાર્થીઓ નાપાસ થયેલા છે. તેમને લાભ મળશે.

ગુજરાતમાં 35 દિવસના ઉનાળું વેકેશન બાદ ગુરૂવારથી શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. આ વર્ષથી ગુજરાતભરની શાળાઓમાં નવી શિક્ષણ નીતિ લાગુ કરવામાં આવી છે. જે મુજબ અનેક ફેરફારો કરાયા છે. ગુજરાત બોર્ડ દ્વારા વર્ગ બઢતીનો નવો નિયમ જાહેર કરાયો છે. જે મુજબ ધોરણ 9 અને 11 માં નાપાસ વિદ્યાર્થીની ફરી પરીક્ષા લઈને આગળ પ્રવેશ આપવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત બોર્ડ દ્વારા કેટલાક નિયમોમાં ધરખમ ફેરફારો કરાયા છે. બોર્ડ દ્વારા વર્ગ બઢતી માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. નવુ શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે ત્યારે એક ધોરણ-10 માં બેઝિક સ્ટાન્ડર્ડ ગણિત મુદ્દે બેદરકારી સામે આવી છે. ત્યાર બાદ હવે ધોરણ 9 અને ધોરણ 11 માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પંદર દિવસ બાદ ફરી પરીક્ષા લેવા માટે આદેશ કરાયો છે. સ્કૂલોએ ફરી નાપાસ વિદ્યાર્થીઓ માટે વાર્ષિક પરીક્ષા લેવાની રહેશે. નવા નિયમ મુજબ, સ્કૂલોએ 29 જુન સુધી રીટેસ્ટ લેવાની રહેશે. 33 ટકા કે તેથી વધુ ગુણ સાથે પાસ વિદ્યાર્થીને આગળના ધોરણમાં પ્રવેશ આપવાનો રહેશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે,  ધોરણ 9 અને ધોરણ 11 માં એડમિશન અપાઈ ગયા છે અને શાળાઓ શરૂ થઈ ગઈ છે, ત્યારે ફરી પરીક્ષા બાદ પાસ થનારને કેવી રીતે પ્રવેશ આપવો તે અંગે શાળાની મૂંઝવણ વધી છે. સ્કૂલોએ 29 જુન સુધી રીટેસ્ટ લેવાનો રહેશે. આમ, શૈક્ષણિક વર્ષ શરૂ થઈ ગયા બાદ રીટેસ્ટ અને નવા એડમિશન પ્રોસેસ શાળાઓના માથાનો દુખાવો બન્યો છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 માં ગણિત વિષયને લઈને મહત્વની જાહેરાત કરાઈ છે. ધોરણ 11 મા પ્રવેશ માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. ધોરણ 10 મા બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિત હશે, તો ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ ગ્રુપ A, ગ્રુપ B, ગ્રુપ AB અથવા સામાન્ય પ્રવાહમાં પણ પ્રવેશ મળી શકશે. ધોરણ 10 બેઝીક ગણિત હશે તો વિદ્યાર્થી વિજ્ઞાન પ્રવાહ ગ્રુપ એ માટે યોગ્યતા ચકાસી પ્રવેશ મળશે. 2024 -25 શૈક્ષણિક સત્રથી આનો લાભ મળશે. (file photo)