Site icon Revoi.in

ધોરણ 10માં બેઝિક ગણિત સાથે ઉતિર્ણ વિદ્યાર્થીઓને ધો. 11 સાયન્સ A ગૃપમાં પ્રવેશ આપવા માગ

Social Share

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10માં બેઝિક મેથ્સ રાખનારા વિદ્યાર્થીઓએ ધોરણ 11માં વિજ્ઞાન પ્રવાહના એ ગ્રુપમાં પ્રવેશ મેળવવો હોય તો ફરજિયાત પણે તેને સ્ટાન્ડર્ડ મેથ્સ સાથે ધોરણ 10 ની પરીક્ષા પાસ કરવી પડે તેવી જોગવાઈ છે જ્યારે સીબીએસઈમાં બોર્ડમાં બેઝિક મેથ્સ સાથે ધોરણ 10 પાસ કરનાર વિદ્યાર્થી પણ ધોરણ 11માં વિજ્ઞાન પ્રવાહમાં એ ગ્રુપમાં પ્રવેશ મેળવી શકે છે, જેથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડએ પણ બેઝિક ગણિત સાથે ઉતિર્ણ થયેલા વિદ્યાર્થીઓને ધારણ 11 સાયન્સ એ ગૃપમાં પ્રવેશ આપવો જોઈએ તેમ ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ દ્વારા ગુજરાત બોર્ડના અધ્યક્ષ અને સચિવ સમક્ષ રજૂઆત કરી છે.

ગુજરાત આચાર્ય સંઘ દ્વારા એવી રજુઆતો કરવામાં આવી છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને સીબીએસઈના નિયમોમાં તફાવત કેમ છે ?  સીબીએસઈ બોર્ડના ધોરણ 10ના બેઝિક ગણિત સાથે ઉતિર્ણ થયેલા વિદ્યાર્થીઓને ધોરણ 11 સાયન્સ એ ગૃપમાં પ્રવેશ આવામાં આવે છે. તો ગુજરાત બોર્ડના ધોરણ 10માં બેઝિક ગણિત સાથે ઉતિર્ણ થયેલા વિદ્યાર્થીઓને પ્રવેશ કેમ નથી અપાતો ?. આ ઉપરાંત ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષથી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ વોકેશનલ વિષયો શરૂ કરાયા છે.  હાલ 500 જેટલી અનુદાનિત શાળાઓમાં વોકેશનલ વિષયો હાલ ચાલે છે. જે આપણી પ્રાચીન ભાષા સંસ્કૃત અથવા તો રાષ્ટ્રીય ભાષા હિન્દીના ઓપશનમાં આપવામાં આવે છે. જેને કારણે વિદ્યાર્થીઓએ હિન્દી કે સંસ્કૃત વિષય છોડી દેવો પડે છે. આ બાબતે ધોરણ 10માં વોકેશનલ વિષય ચાલતો હોય ત્યાં પાંચ ફરજિયાત વિષય વત્તા વોકેશનલ + હિન્દી કે સંસ્કૃત વતા મરજિયાત પૈકી ગમે તે એક વિષય મળીને કુલ આઠ વિષય રાખી શકે તેમાંથી પાંચ ફરજિયાત વિષય અને બાકીના ત્રણમાંથી બેમાં પાસ હોય તો પણ પાસ જાહેર કરવામાં આવે તો હિન્દી કે સંસ્કૃત વિષયને પ્રાધાન્ય મળી શકે, અને વિદ્યાર્થીઓને તક પણ મળશે. આ બાબતને ધ્યાનમાં લઇ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કરવો હિતાવહ છે