1. Home
  2. ગુજરાતી
  3. ધો.10 બોર્ડમાં હવે ગણિતના વિષયમાં વિદ્યાર્થીઓને બે વિકલ્પ અપાશે
ધો.10 બોર્ડમાં હવે ગણિતના વિષયમાં વિદ્યાર્થીઓને બે વિકલ્પ અપાશે

ધો.10 બોર્ડમાં હવે ગણિતના વિષયમાં વિદ્યાર્થીઓને બે વિકલ્પ અપાશે

0
Social Share

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓને ગણિત વિષયની પરીક્ષા માટે બે વિકલ્પ આપવામાં આવશે. જેમાં સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિત રહેશે.

ધોરણ 10માં ગણિત વિષયનું પુસ્તક એક સરખું જ રહેશે અને શાળા કક્ષાએ લેવાતી પરીક્ષામાં પણ કોઈ ફેરફાર નહીં થાય, જોકે બોર્ડની પરીક્ષામાં બે  વિકલ્પ આપવામાં આવશે. વિદ્યાર્થીઓને ધોરણ 10ના બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરતી વખતે સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિત પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવશે. ગણિત સ્ટાન્ડર્ડ અને ગણિત બેઝિકના પ્રશ્નપત્રો અલગ હશે. બંને પ્રકારના પરીક્ષામાં પ્રકરણ બાદ ગુણ ભાર, પ્રશ્નોના પ્રકાર પ્રમાણે ગુણ ભાર તેમજ હેતુઓ પ્રમાણે ગુણ ભાર રહેશે. જે વિદ્યાર્થીઓ ધોરણ 10માં સ્ટાન્ડર્ડ ગણિત પસંદ કરશે તે ધોરણ 11માં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં જઈ શકશે. પરંતુ જે વિદ્યાર્થીઓ બેઝિક ગણિત પસંદ કરે તે વિદ્યાર્થીઓ માત્ર સામાન્ય પ્રવાહમાં જ પ્રવેશ મેળવી શકશે. ધોરણ 10માં બેઝિક ગણિતમાં પાસ થનારા વિદ્યાર્થી વિજ્ઞાન પ્રવાહમાં જવા માંગતો હોય તો તે વિદ્યાર્થીએ જુલાઈ માસની પૂરક પરીક્ષા દરમિયાન સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા પાસ કરવાની રહેશે. સ્ટાન્ડર્ડ ગણિતમાં નાપાસ થનારા વિદ્યાર્થી પૂરક પરીક્ષાના નિયમોને આધીન ફરીથી ગણિત સ્ટાન્ડર્ડ અથવા બેઝિક ગણિત વિકલ્પ આપી પૂરક પરીક્ષામાં ઉપસ્થિત રહી શકશે. વિદ્યાર્થીઓએ જે વિકલ્પ પસંદ કરેલ હોય તે અંગે વાલીઓની લેખિત સંમિત લેવાની રહેશે.

અત્યાર સુધીના પરિણામને ધ્યાનમાં જોતા ધોરણ 10માં સૌથી વધુ વિદ્યાર્થીઓ ગણિત વિષયમાં જ નાપાસ થાય છે. પરંતુ વર્ષ 2022માં બોર્ડની પરીક્ષા યોજાયા બાદ પરિણામ પર અસર જોવા મળશે. પરિણામમાં 12-14 ટકા જેટલો વધારો થશે, એટલે કુલ 70 ટકા પરિણામ મળશે. પરીક્ષા ફોર્મમાં હવેથી ગણિત વિષય માટે બે વિકલ્પ મળશે. જેમાંથી 40 ટકા વિદ્યાર્થીઓ એટલે કે 3.40 લાખ જેટલા વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ ગણિત પસંદ કરી શકે છે અને વિજ્ઞાન પ્રવાહમાં જઈ શકે છે, જ્યારે 60 ટકા જેટલા વિદ્યાર્થીઓ બેઝિક ગણિત પસંદ કરી શકે છે અને સામાન્ય પ્રવાહ અથવા અન્ય સ્ટ્રીમમાં જઈ શકે છે.

 

 

 

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code